ચીમવાડીના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો:ગામની બહેનો મેરીટમાં આવી છતાં ભરતી ન કર્યાના આક્ષેપ સાથે ઝાંપાઆમલીની આંગણવાડી કેન્દ્ર -1ને તાળાબંધી

કુકરમુંડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડી કેન્દ્રને ગ્રામજનોએ તાળું માર્યું. - Divya Bhaskar
આંગણવાડી કેન્દ્રને ગ્રામજનોએ તાળું માર્યું.
  • ઝાપાઆમલીના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર-2, અને ચીમાવાડીના બાળકોને ભણવા આંગણવાડી કેન્દ્ર -1 ફાળવાય છે
  • ચીમાવાડી ગામની ત્રણ બહેનો મેરીટમાં આવ્યા છતાં અન્ય ગામની મહિલાને નિમણૂંક અપાતા વિરોધ

કુકરમુંડા તાલુકામાં ચોખીઆમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ઝાપાઆમલી ગામની આંગણવાડી કેન્દ્ર-1માં બુધવારે ચીમાવાડી ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. ગ્રામજનોએ ઝાપા આમલી આંગણવાડી કેન્દ્ર-1માં ચીમાવાડી ગામના બાળકો ભણતા હોય, જેથી આંગણવાડીમાં વર્કર અને હેલ્પર તરીકે ગામની બહેનોની ભરતી કરવાની માંગ સાથે ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1માં તાળાબંધી કરી હતી. ઝાપાઆમલીના બાળકોઓના ભણતર માટે ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-2 ફાળવવામાં આવેલ છે.

અને ચીમાવાડીના બાળકોને ભણતર માટે ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર -1 ફાળવવામાં આવેલ છે. જેમાં આંગણવાડી કેન્દ્ર -1માં ચીમાવાડીના આશરે 50થી વધુ બાળકો ભણવા આવે છે. તો બીજી તરફ ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર -2માં ઝાપાઆમલી ગામના જ આશરે 45 થી વધુ બાળકો ભણે છે.

આંગણવાડી કેન્દ્ર-1 ચીમાવાડી અને આંગણવાડી કેન્દ્ર-2માં ઝાપાઆમલી ગામના બાળકો ભણતર કરી રહ્યા છે. જેથી ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1માં આંગણવાડી વર્કર અને હેલ્પર પણ ચીમાવાડી ગામની બહેનોને મુકવામાં આવે તેવી માંગ ગ્રામજનોની હતી. જે બાબતે રજુઆત પણ કરવામાં આવી હતી.

પરંતુ તાજેતરમાં થયેલ ભરતીમાં ઝાપાઆમલી ગામની બહેનનું નિમણૂંક કરાતા, ચીમાવાડી ગામજનો રોષે ભરાઈને બુધવારે ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1ના દરવાજાને તાળુંમારીને દરવાજા આગળ બાવળીયાના કાંટા નાખી દેવામાં આવ્યા હતા. ગામજનોની માંગ પુરી નહી થાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્ર-1ને કરેલ તાળાબંધી ખોલવામાં આવશે નહી તેમ જણાવ્યું હતું.

ઓનલાઇન અરજી બાદ નિમણૂંક થવા છતાં નિમણૂંક ન થતાં ગ્રામજનોમાં ઉઠ્યો રોષ
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આંગણવાડી વર્કર અને તેડાઘરની માનદ સેવાની ભરતી પ્રકિયા ઓનલાઇન પદ્ધતિથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 14/03/2022 થી 4/04/2022 ના રોજ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવી હતી અને જેમનું મેરીટ લિસ્ટ 27/04/22ના રોજ ઓનલાઇન પદ્ધતિથી કરવામાં આવ્યું હતું.

આ ભરતીમાં કુકરમુંડા તાલુકાના ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1નું પણ સમાવેશ થયું હતું. જે ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર -1ની ભરતીમાં ચીમાવાડી ગામની ત્રણ બહેનો મેરીટમાં આવ્યા છતા, પણ ભરતી કરવામાં આવી ન હતી અને ઝાપાઆમલી કેન્દ્ર-2ના વિસ્તારમાં રહેતી એક બહેનને ઝાપાઆમલી કેન્દ્ર-1માં ભરતી કરાતા ચીમાવાડી ગામજનોમાં રોષ ભરાયા હતા.

ઝાપાઆમલીની બહેનની ભરતી કરતા વિરોધ
ચીમાવાડી ગામની રહેવાસી પ્રિયંકાબેન કાંતિલાલભાઈ પાડવીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ઝાપાઆમલી આંગણવાડીકેન્દ્ર-1માં થયેલી ભરતીમાં મારું અને ગામની બે બહેનો સહિત કુલ ત્રણનું મેરીટમાં નામો હોવા છતાં પણ અમને ભરતી કરવામાં આવેલ નથી અને ઝાપાઆમલી ગામની બહેનને ભરતી કરતા ગામજનો દ્વારા ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1ને તાળાબંધી કરેલ છે.

કેન્દ્ર-1 ચીમાવાડીના નામે હોવી જોઈએ
ચીમાવાડી ગામની સરૈયાબેન જેઠીયાભાઈ વસાવાનું સંપર્ક કરતા જણાવ્યું હતું. કે આંગણવાડી કેન્દ્ર-1 ચીમાવાડી ગામના નામે હોવી જોઈએ તેમજ આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર અને આંગણવાડી વર્કર પણ ગામની વહુ કે છોકરી જ હોવું જઈએ.

વર્કર અને હેલ્પર બીજા ગામની છે
ચીમાવાડી ગામના કાંતિલાલભાઈ પાડવીઓને ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1માં થયેલ તાળાબંધી બાબતે પૂછતાં જણાવ્યું હતું કે ઝાપાઆમલી આંગણવાડી કેન્દ્ર-1માં અંગાણવાડી વર્કર અને હેલ્પર બીજા ગામની છે જે ચીમાવાડી ગામની હોવી જોઈએ તેવી માંગ અમારા ગામજનોની છે.

અન્ય સમાચારો પણ છે...