તાપી જિલ્લાના ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ઉકાઈ વિસ્થાપિત નવું નેવાળા ગામ વર્ષોથી ધાર્મિક ગામ હોવાથી ગામજનો આજે પણ ભક્તિ માર્ગમાં જોડાયેલા છે. વર્ષો પહેલા નેવાળા ગામ તાપી નદી કિનારે વસેલુ ગામ હતું. પરંતુ ઉકાઈ જળાશયનું નિર્માણ થતા, આ નેવાળા ગામને વિસ્થાપિત કરવામાં આવતા,નવું નેવાળા ગામ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. જે નવું નેવાળા ગામ સરકારની વિવિધ યોજના હેઠળ પાણીની સુવિધા,ગામમાં આંતરિક રસ્તા, પેવર બ્લોક, શિક્ષણની સુવિધા, સહીત અનેક સુવિધા જોવા મળી રહી છે. નવું નેવાળા ગામ ધીરે ધીરે વિકાસના પંથે જઈ રહ્યું છે.
આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર,દૂધ ઉત્પાદક સહકારી મંડળી, આવેલ છે.ગામજનો મોટા ભાગે ખેત મજૂરી તેમજ પશુપાલન કરીને પોતાના કુટુંબ પરિવારોનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ ગામ વર્ષોથી ધાર્મિક ગામ હોવાથી ગામમાં ગામના ભાવિક ભકતો દ્વારા ગામમાં ભાથીજી મહારાજનું મંદિર, સપ્તસુંગી માતાનું મંદિર, હનુમાન દાદાનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભાથીજી મહારાજના મંદિરમાં આદિવાસી કુળદેવી દેવમોગરા માતાની પ્રતિમા તેમજ નેવાળા ગામના જ સ્વર્ગવાસી સતગુરુ સુરૂપદાસ મહારાજની પ્રતિમાની પણ સ્થાપના કરવા આવી છે. નેવાળા ગામના રહેવાસી એવા અને 1976માં સ્વર્ગવાસ થઇ ગયેલ સતગુરુ શ્રી સુરૂપદાસ મહારાજ દ્વારા વર્ષ 1968માં ભાથી સંપ્રદાયમાં જોડાયને આદિવાસી સમાજના અજ્ઞાન લોકોમાં ભક્તિ જ્ઞાનનું પ્રકાશ કર્યા હતા.ગામ વર્ષો પહેલાથી ધાર્મિક ગામ હોવાથી આજે પણ ગામમાં મોટા ભાગે ધાર્મિક લોકોઓ છે.
સતગુરુ સુરૂપદાસ મહારાજના પરિવારના સભ્ય એવા જગદીશ મહારાજ દ્વારા આજે પણ સમાજના લોકોઓ માટે ધાર્મિક કાર્ય કરી રહ્યા છે.પોતે પોતના ગામ સહીત બીજા ગામોમાં પણ સતગુરુ સુરૂપદાસ મહારાજની કીર્તિ યથાવત રાખીને ભાથી દાદાના નામના આધારે ભક્તિ જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે.નવું નેવાળા ગામ ધાર્મિક ગામ હોવાથી આ ગામમાં ધાર્મિક મંદિરોનું નિર્માણ કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.