બેદરકાર તંત્ર:બાલંબાની સીમમાં નાળા પરના કોઝવેના કામને બે વર્ષ થવા આવ્યા છતાં અધૂરુ

કુકરમુંડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાળા પર એજન્સી દ્વારા છેલ્લા બે વર્ષથી કોઝવે બનાવવા અંગે  કામગીરી શરૂ કરાઈ તેમ છતાં કામ પૂર્ણ થયું નથી. - Divya Bhaskar
નાળા પર એજન્સી દ્વારા છેલ્લા બે વર્ષથી કોઝવે બનાવવા અંગે કામગીરી શરૂ કરાઈ તેમ છતાં કામ પૂર્ણ થયું નથી.
  • સરકારે આ કામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં અેજન્સી યોગ્ય કામગીરી કરતી નથી

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામા સમાવેશ બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમા મૌજે બાલંબા ગામની સીમ માથી પસાર થતા નાળા ઉપર કોઝવે બનાવવામાં માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.જે નાળા પર કોઝવે બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે.પરંતુ જે કામગીરી કરતી એજન્સીને બે વર્ષનો સમય પસાર થઇ જવા છતાં પણ કોઝવેનું કામ પૂર્ણ કરી શકી નથી. જેથી આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બાલંબા ગામની સીમમાં અનેક ગામનો ખેડૂતો જમીન ધરાવતા હોય છે.ખેડૂતો ને આ નાળા પરથી પોતાના પસાર થઇ ને ખેત ઓજારો લઇ જવા કે લઇ આવવા પડે તેમજ ખેત ઉપજોને કુકરમુંડા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે મહારાષ્ટ્રના અક્કલકુવા કે અન્ય બજાર પટ્ટાના ગામોમાં લઇ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરાવો પડે છે.બીજી તરફથી આ વિસ્તારના ખેડૂતો શેરડીનો પણ પાકો કરતા આવ્યા છે.જે ખેડૂતોના ખેતરોમાં શેરડીના પાકો તૈયાર થઇ ગયા છે.તેવા ખેડૂતોને પોતાના ખેતરોમાંથી શેરડીનો પાકને સુગર ફેક્ટરીમાં લઇ જવા માટે આ નાળા પરથી પસાર થવું પડશે ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે તેમ છે.

બાલંબા ગામની સીમા વિસ્તારમાં આવેલ નાળા ઉપર બે વર્ષ પહેલા કોઝવે બનાવવાની કામગીરી શરૂઆત કરવા આવતા આ વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.પરંતુ કોઝવેના કામને બે વર્ષનો સમય પૂરો થવા આવ્યા છતાં પણ કામગીરી પૂર્ણ નહીં થતા સ્થાનિક ખેડૂતોમાં વહીવટી તંત્ર અને એજન્સી સામે નારાજગી જોવા મળી રહી છે.

બાલંબા ગામની સીમમાં નાળા પરના કોઝવેની કામગીરી અધૂરી હોવા અંગે દિવ્ય ભાસ્કરમાં તા. 29/06/2022ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.તેમ છતાં પણ વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.બાલંબા ગામની સીમમાં નાળા પરના કોઝવેની કામગીરી પૂર્ણ થાય છે.કે નહીં તે તો આવનાર સમયમાં બહાર આવે તેમ છે.

થોડો સમય કામ કર્યા બાદ ફરી બંધ
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ દિવ્ય ભાસ્કરમાં તારીખ 29/06/2022ના રોજ બાલંબા ગામની સીમમાં નાળા પર કોઝવેનું કામ અધૂરું હોવા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જ એજન્સી દ્વારા થોડાક સમય માટે કોઝવે બનાવવાનું કામ ચાલુ કર્યું હતું.થોડોક દિવસ કામ કરીને એજન્સી દ્વારા ફરી કામ બંધ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...