તંત્ર સામે નારાજગી:બહુરૂપા ગામમાં વર્ષોથી રાજીવ ગાંધી ભવનનું કામ અધ્ધરતાલ

કુકરમુંડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ વર્ષનો સમય વીતી જવા છતાં પણ બહુરૂપા ગામમાં ભવનનું કામ પૂર્ણ થયું નથી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામા આવેલા બહુરૂપા ગામમાં મનેરેગા યોજના અંતર્ગત લાખોના ખર્ચે રાજીવ ગાંધી ભવન બનાવવાની મંજૂરી આપી હતી. આ ગામમાં રાજીવ ગાંધી ભવનના મકાનનું બાંધકામ કરવાની કામગીરી કોન્ટ્રાકટર ને સોંપતા કામગીરી પણ શરૂ કરી હતી.

ગામમાં તે સમયે રાજીવ ગાંધી ભવન નું બાંધકામ શરૂ કર તા, ગામજનોમા ખુશીનો માહોલ હતો. પરંતુ દસેક વર્ષ વીતી ગયો હોવા છતાં પણ રાજીવ ગાંધી ભવનના મકાનનું કામ પૂર્ણ નહી થતા ગામજનોઓમા કોન્ટ્રાકટર તેમજ જવાબદાર તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. બહુરૂપા ગામમાં મનેરેગા અંતર્ગત લાખોના ખર્ચે રાજીવ ગાંધી ભવનના મકાન બનાવવા કોન્ટ્રાકટરને કામગીરી સોંપી હતી.

પરંતુ કોન્ટ્રાકટર એ કેટલાક વર્ષથી કામગીરી અધૂરું છોડી દેતા આ રાજીવ ગાંધી ભવનનું મકાન અધ્ધર તાલ જોવા મળી રહ્યું છે. અને લોકોઓ માટે શોભાના ગાંઠિયા સામાન બનીને ઉભું છે. મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકાના બહુરૂપા ગામમાં મનેરેગા યોજના હેઠળ 2011/12મા રાજીવ ગાંધી ભવનનું મકાન બનાવવા અંગે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

બહુરૂપા ગામમાં રાજીવ ગાંધી ભવનનું મકાન બનાવવા માટે કોન્ટ્રાકટરને કામગીરી સોપાવામાં આવી હતી, જે રાજીવ ગાંધી ભવનનું મકાનને બનાવનાર કોન્ટ્રાકટરે બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ઘણા વર્ષથી રાજીવ ગાંધી ભવનના મકાનનું બાંધકામ અધૂરું છોડીને ફરાર થઇ ગયા છે. જેથી ગામજનોમાં કોન્ટ્રાકટર અને તંત્ર સામે નારાજગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...