તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ આડદા ગામની આંગણવાડી કેન્દ્ર -2 માં કુલ 40થી વધુ બાળકોઓ ભણતર કરે છે.આંગણવાડીમાં ભણતર કરનાર બાળકોઓ માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ તેમનો લાભ આજદિન સુધી મળેલ નથી. આડદા આંગણવાડી કેન્દ્ર-2 બાળકોને પીવાના શુદ્ધ પાણી માટે આરોપ્લાન્ટ પણ મુકવામાં આવેલ છે.તે પણ ધૂળ ખાતું જોવા મળી આવ્યું છે.અને પાણીની સુવિધાના અભાવે આંગણવાડી કેન્દ્રમાં આવેલ શૌચાલયનો પણ ઉપયોગ થયો જ નથી છે, જે શૌચાલયનો ટોબ પણ તૂટેલીને નીચે બેસી ગયેલ હાલતમાં જોવા મળી આવ્યો છે.
આંગણવાડી કેન્દ્ર-2 માં પાણીની સુવિધા તો ઉભી કરાઈ પણ આજ દિન સુધી એક પણ ટીપું પાણીનો લાભ આંગણવાડી કેન્દ્રના બાળકોને મળેલ નથી. તમામ પાણીની સુવિધા જ બંધ હોવાથી આડદા આંગણવાડી કેન્દ્ર -2ના આંગણવાડી હેલ્પર બાજુમાં આવેલ પ્રાથમિક શાળામાંથી તેમજ પાણી પુરવઠા યોજનાનું પાણી ભરવા માટે મજબુર બન્યા છે. આડદા ગામની આંગણવાડી કેન્દ્ર-2માં પાયાનું શિક્ષણ મેળવનાર બાળકોઓ માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે પાણીની સુવિધા ઉભી કરી છે.પરંતુ લાભ આજ દિન સુધી મળ્યો જ નથી.
પ્રાથમિક શાળામાંથી પાણી મેળવીએ છીએ
આ બાબતે આડદા ગામની આંગણવાડી કેન્દ્ર -2 માં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતી બહેનનું ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રમાં પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ પાણીનો લાભ આજદિન સુધી મળ્યો જ નથી. આંગણવાડી કેન્દ્રની બાજુમાં આવેલા પ્રાથમિક શાળામાંથી તેમજ પાણી પુરવઠા યોજનામાંથી આવતું પાણીનો વપરાશ કરીએ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.