ગેરકાયદે ઈંટના ભઠ્ઠા શરૂ:રૂમકીતળાવમાં વર્ષોથી ગેરકાયદે ઈંટના ભઠ્ઠા બંધ કરાવામાં તંત્ર નિષ્ફળ

કુકરમુંડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામની સીમમાં ગેરકાયદે ઈંટના ભઠ્ઠા શરૂ

તાપી જિલ્લાના નિઝર તાલુકામા આવેલ સાયલા ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ રૂમકીતલાવ ગામની સીમ વિસ્તારમા આવેલ ખુલ્લા ખેતરોઓમાં ગેરકાયદેસરના ઈંટના ભઠ્ઠાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. વર્ષોથી રૂમકીતલાવની સીમમાં શિયાળો શરૂ થતાની સાથે જ ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચાલુ કરાતા હોય છે. જે આઠ મહિના સુધી ચાલુ રાખવામાં આવતા હોય છે. રૂમકીતલાવ ગામની સીમા વિસ્તારમા ગેરકાયદ ઈંટના ભઠ્ઠાે બંધ કરવા સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું છે. ગેરકાયદે ધમધમતા ઈંટના ભઠ્ઠાના લીધે વાતવરણમા ભારે પ્રદૂષણ થઇ રહ્યું છે.ગત વર્ષે પણ રૂમકીતલાવ ગામની સીમા વિસ્તારમા ઈંટ ભઠ્ઠાના માલિકોએ કોઈના બીક વગર નિયમોને નેવે મૂકી ઈંટના ભઠ્ઠાઓ ચલાવ્યા હતા. ફરી આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઈંટ ભઠ્ઠાના માલિકોએ પોતાના ડેરા તંબુ નાખીને ઈંટના ભઠ્ઠાઓની શરૂઆત કરી દીધી છે. નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામની સીમા વિસ્તારમા ગેરકાયદેસર ઈંટ ભઠ્ઠાઓ ચાલવાનારા માલિકોએ ગયા વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેરાત કરેલ માર્ગદર્શિકાનું પણ “ઐસી કે તૈસી” કરી રહ્યા છે. તાપી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ ગયા વર્ષે મંજૂરી વગર કોઈ પણ ઈંટ ભઠ્ઠાઓ સ્થાપિત કે ચલાવી શકશે નહી, જેવી જાહેરાત પણ કરી હતી. તેમ છતાં આ રૂમકીતલાવ ગામની સીમ વિસ્તારમા ઈંટ ભઠ્ઠાના માલિકો દ્વારા વગર પરવાનગીએ ઈંટના ભઠ્ઠાઓ ચાલુ રાખ્યા હતા.અને આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા જ ઈંટ ભઠ્ઠાના માલિકોએ ભઠ્ઠાની શરૂઆત કરી છે. સ્થાનિક તંત્ર રૂમકીતલાવમાં ગેરકાયદે ઈંટ ભઠ્ઠા સ્થાપિત કરનાર માલિકો સામે કાર્યવાહી કરશે કે નહી તે તો સમય બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...