તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા આષ્ટા ગામથી હથોડા ગામને જોડતો ડામર રસ્તો કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપરથી રાતને દિવસ વાહનો પસાર થતાં હોય છે. તેમજ વાહનચાલકો વાહન રસ્તા ઉપરથી જીવના જોખમે પસાર કરતા હોય છે.
ખેતી ધરાવતા ખેડૂતોને પણ રસ્તા ઉપરથી ખેત ઓજારો કે પાક ઉપજ લઇ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ રસ્તો આષ્ટાથી આમોદ, જુના ઉટાવદ થઇને હથોડાને જોડતો ડામર રસ્તો છે. ડામર રસ્તા ઉપરથી રેતી ભરેલા ભારે વાહનો પસાર થતાં રસ્તા પરથી ડામર ઉખડીને કપચી બહાર નીકળી છે. ઠેર ઠેર ખાડાઓ પડી જતા પસાર થતા વાહનો ચાલકો તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ વિસ્તારમાં ખેતી ઘરાવતા ખેડૂતો ચોમાસાની ઋતુને ગણતરીના દિવસો બાકી હોવાથી ખેડૂતો પણ ચોમાસાના પાકની તૈયારી માટે ખેતી કામકાજમાં લાગી ગયા છે. ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી ઓજારો લઇ જવા અને સાંજે ખેતી ઓજારો પરત લઇને આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. જેથી આ વિસ્તારના ખેડૂતો માટે ડામર રસ્તો ખુબ ઉપયોગી બનતો હોય છે.
પરંતુ કેટલાક સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા ઉપરથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું છે. વાહન ચાલકો વાહન રસ્તા પરથી જીવના જખમે પસાર કરતા હોય છે.જતા તેમજ ખેડૂતો ખેત ઓજારોને જીવના જોખમે લઇ જતા કે આવતા હોય છે. વાહનચાલકો તેમજ ખેડૂતો સાથે જાનહાની નહી થાય તેના પહેલા તંત્ર રસ્તાનું સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.