કુકરમુંડા તાલુકામાં તોરંદા ગામમાંથી પસાર થતા રસ્તાની માર્જિંનમાં જીવંત વીજતારના થાંભલા છે, જે થાંભલા રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરો માટે જોખમી બન્યા છે. આ રસ્તા ઉપરથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી રોજના હજારો વાહનોનીં અવર જવર થાય છે.
જે રસ્તા પરથી વાહનચાલકો તેમજ મુસાફરો સાથે રસ્તાની માર્જિંનમાં આવેલા થાંભલાના કારણે જાનહાની થાય તો જવાબદાર કોણ ? તોરંદા ગામમાંથી ફૂલવાડીથી ઈટવાઈ તરફ રસ્તો પસાર થાય છે, જે રસ્તાની માર્જિંનમાં વીજ થાંભલાઓ ઉભા હોય જે વીજ થાંભલાને રસ્તાના માર્જિંનમાંથી હટાવીને વ્યવસ્થિત જગ્યા ઉપર ઉભા કરવા તોરંદા ગ્રામ પંચાયતના સરપંચ કૃતિકાબેન વળવી દ્વારા DGVCLને લાંબા સમયથી લેખિત રજૂઆત કરી છે.
છતાં પણ જવબદારો દ્વારા રસ્તાની માર્જિંનમાં આવેલા થાંભલા હટાવાયા નથી.વીજ થાંભલાથી રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો સાથે મોટી જાનહાની થવાની જવાબદાર તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.ગામના બસ સ્ટોપની નજીકમાં વળાંક હોય જે વળાંકની નજીકમાં જ રસ્તાની માર્જિંનમાં વીજ થાંભલો છે. તેમજ એ રસ્તા પર બીજા થાંભલા રસ્તાની વાહન ચાલકોને થાંભલાઓ નહી દેખાય તો અકસ્માત થઇ શકે તેમ છે. ા વીજ થાંભલાથી વાહન ચાલકો સાથે જાનહાની ન થાય તેના પહેલા જવાબદાર તંત્ર દ્વારા વીજ થાંભલાઓ હટાવીને વ્યવસ્થિત જગ્યાએ ઉભા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.