નુકસાન થવાનો ભય:દુર્ઘટનાને નોતરૂં આપી રહ્યાં છે રાજપુર ગામના ખેતરોમાં નમી ગયેલા વીજપોલ

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેત કામદારોને કરંટ લાગવાની સાથે પાકને પણ નુકસાન થવાનો ભય

તાપીના કુકરમુંડામા આવેલ રાજપુર ગામની સીમા વિસ્તારમાંથી પસાર થતી વીજ પુરવઠાના જીવંત વીજતારો વાળા થાંભલાઓ નમેલી હાલતમા જોવા મળી રહ્યા છે.આવનાર સમયમા આ નમેલા વીજ પુરવઠાના જીવંત વીજતાર વાળા થાંભલાઓનું ધરાશય થાય તો ખેતરોમા કામ કરતા મજૂર કે ખેડૂતો સાથે મોટી જાનહાની થઇ શકે તેમ છે.

રાજપુર ગામની સીમા વિસ્તાર માંથી ખેતીવાડીને વીજ પુરવઠો સપ્લાય કરવા માટે D.G.V.C.L દ્વારા જીવંત વીજતારો માટે થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે.આ વીજ પુરવઠાના જીવંત વીજતારો વાળા થાંભલાઓ રાજપુર સહીત કુકરમુંડાના તાલુકાના અનેક વિસ્તારોમા ઘણી જગ્યાએ નમેલી હાલતમા હોવા છતાં પણ જવાબદાર આંખ આડા કાન કરી રહ્યું છે.

રાજપુર ગામની સીમમા પસાર થતા ફૂલવાડીથી ઈટવાઈ તરફ જતા રસ્તાની બાજુમા આવેલ એક ખેડૂતના ખેતરમા ખેતીવાડીને વીજ પુરવઠો સપ્લાય માટે ટી.સી.મુકવામા આવેલ છે તેમની જ બાજુમાં વીજપુરવઠાના જીવંત વીજ તારો વાળા થાંભલાઓ નમેલી હાલત હોય તેમજ રાજપૂર સહીતના કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારોમા પણ ખેતી વાડી માટે સપ્લાય થતા વીજ પુરવઠાના જીવંત વીજતારોના થાંભલાઓ નમી ગયેલ હાલતમા હોય, જેથી આ વીજ પુરવઠાના થાંભલાઓનું ઘરાશય થયા તો ખેતીવાડીમા.

કામકાજ કરનાર મજૂરો કે ખેડૂતો સાથે મોટી જાનહાની સર્જાય તો જવાબદાર કોણ ? તેવી ચર્ચાઓ સ્થાનિકોમા. થઇ રહી છે. ખેતરમા કામ કરનાર મજૂર કે ખેડૂતો સાથે કોઈ મોટી જાનહાની ન થાય તે પહેલા જોખમી વીજતારો અને નમેતા થાંભલાઓ તંત્ર તાત્કાલિક સીધા કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...