દરવાજા વગરની કમ્પાઉન્ડ વોલ:આડદાની આંગણવાડી કેન્દ્ર -2ના કંપાઉન્ડનો દરવાજો જ ન મૂકાયો

કુકરમુંડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આડદા ગૃપ ગ્પાંરામપંચાયતમાં ચેક વર્ષ પહેલા આંગણવાડી કેન્દ્રના ફરતે  લાખોના ખર્ચે બનેલ દરવાજા વગરની કમ્પાઉન્ડ વોલ. - Divya Bhaskar
આડદા ગૃપ ગ્પાંરામપંચાયતમાં ચેક વર્ષ પહેલા આંગણવાડી કેન્દ્રના ફરતે લાખોના ખર્ચે બનેલ દરવાજા વગરની કમ્પાઉન્ડ વોલ.
  • કોન્ટ્રાકટરે કાગળ પર કામ પૂર્ણ બતાવતા નાણાં ચૂકવાઈ પણ ગયા

તાપી જિલ્લાના નિઝર તાલુકામા આવેલી આડદા ગ્રુપ ગ્રામ પંચાયતના મૌજે આડદા ગામની આંગણવાડી કેન્દ્ર -2 ના ફરતે લાખોના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવેલ છે. પરંતુ પાંચેક વર્ષનો સમય પસાર થઇ ગયો હોય તેમ છતાં આ કમ્પાઉન્ડ વોલનો દરવાજો મુકવામા આવ્યો નથી. આડદાની આંગણવાડી કેન્દ્ર -2ના ફરતે કોમ્પાઉન્ડ વોલ બનાવાયો છે. જેમની કામગીરી સ્થાનિક લેવલના લેભાગુ કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું હતું.આ લેભાગું કોન્ટ્રાકટરે આંગણવાડી કેન્દ્રના ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી કામ પૂર્ણ બતાવીને બીલો ઉપાડી લેવામાં આવ્યા છે.

પરંતુ કોમ્પાઉન્ડ વોલનો દરવાજો મુકવામાં આવ્યો નથી. કોન્ટ્રાકટર અને તંત્રના સાંઠગાંઠથી કામપૂર્ણ થઇ ગયું બતાવીને બીલો ઉપાડી લેવામાં આવ્યા હોય તેમ કહેવાય તો નવાઈ નહી, પાંચ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ આ આંગણવાડી કેન્દ્રના ફરતે કોમ્પાઉન્ડ વોલનો દરવાજો મુકવાના નહી આવતા ગામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. આશરે પાંચેક વર્ષ પહેલા આંગણવાડી કેન્દ્ર -2 ના ફરતે લાખોના ખર્ચે બનેલી આ કમ્પાઉન્ડ વોલના દરવાજો જ મુકવામાં આવ્યો નથી.

એ કેટલું યોગ્ય કહેવાય, આટલો સમય પસાર થઇ જવા છતાં પણ ગ્રામ પંચાયતના જવાદારો કે તાલુકા પંચાયતના જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સરકાર એક તરફ ગામડાઓમાં વિકાસના કામો માટે વિવિધ યોજના અંતર્ગત લાખો કોરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરે છે.પરંતુ ગ્રામ્યો વિસ્તારમા લેભાગુ કોન્ટ્રાકટર દ્વારા વિકાસના કામો અધૂરા છોડીને બીલો ઉપાડી જતા હોય છે.

આડદા ગામની આંગણવાડી કેન્દ્રના ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પણ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી પણ કમ્પાઉન્ડ વોલ બનાવનાર લેભાગું કોન્ટ્રાકટર દરવાજા વગર વોલ બનાવીને કાગળ પર કામ પૂર્ણ બતાવી બીલો ઉપાડી ગયો છે. હવે જોવાનુ એ રહ્યું કે આડદા આંગણવાડી કેન્દ્ર -2 ના ફરતે કમ્પાઉન્ડ વોલનો દરવાજો મુકવામા આવે છે કે નહી એ તો આવનાર સમયમા જ બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...