અકસ્માત:કુકરમુંડાના ચીરમટીની સીમમાં 50થી વધુ મુસાફરો ભરેલી બસ રસ્તાની સાઈડમાં ઉતરી

કુકરમુંડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બસ રસ્તાની સાઈ.માં ઉતરી જતા ઇમર્જન્સી દરવાજાથી મુસાફરો બહાર આવ્યા હતા. - Divya Bhaskar
બસ રસ્તાની સાઈ.માં ઉતરી જતા ઇમર્જન્સી દરવાજાથી મુસાફરો બહાર આવ્યા હતા.
  • આણંદ જતી બસ રસ્તાની સાઈડમાં ઉતરી જતા ઇમર્જન્સી દરવાજાથી મુસાફરો બહાર આવ્યા

તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં આવેલ ચીરમટી ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે પર ગત સોમવારના રોજ સવારે મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયાથી આણંદ જતી બસ નંબર GJ-18-Z-7301માં 50 થી વધુ મુસાફરો બેસાડીને પસાર થઇ રહી હતી, જે દરમિયાન રસ્તા ઉપર મૂંગા જાનવરો અને સામેથી ટેમ્પો આવતા બસ ચાલકએ બસને સાઈડમાં લેતા બસ રસ્તાની સાઈડમા ઉતરી ગઈ હતી. તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ હાલ વરસાદી પાણીના કારણે જમીન પોચી થઈ ગઈ છે.

આજ રોજ કુકરમુંડા ના ચીરમટી ગામની સીમમાં રસ્તા ઉપરથી સાઈટમાં ઉતરેલ બસમાં સવાર 50થી વધુ મુસાફરોને બસના ઇમર્જન્સી દરવાજા માંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બસમાં સવાર મુસાફરોઓને સદ નસીબે કોઈ પણ જાનહાની થઇ નથી. બસમાં મુસાફરી કરનાર તમામ મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું હતું અને નજીકમાં કુકરમુંડા બસ સ્ટેશન સુઘી ખાનગી વાહનો મારફતે મુસાફરોને પહોંચડાવામાં આવ્યા હતા. તેમજ કુકરમુંડા બસ સ્ટેશન ઉપરથી બીજી બસના મારફતે મુસાફરો રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...