ક્રાઇમ:કાવઠાના પુલેથી તાપીમાં છલાંગ લગાવનાર યુવકની લાશ મળી

કુકરમુંડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આવેલ અક્કલકુવાના 28 વર્ષીય યુવક ધંધાને લઈને અવાર નવાર માનસિક તણાવ અનુભવતા ગત રોજ તાપીના નિઝર તાલુકામાં આવેલ કાવઠા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પુલ ઉપરથી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી.જે યુવકનું મૃતદેહ જુના કુકરમુંડા ગામની સીમામાં આવેલ તાપી નદીના પાણીમાંથી મળી આવેલ હોવા અંગેની મરણ જનારના મોટાભાઈ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ કાવઠા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પુલ ઉપરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના મુખ્ય મથક અક્કલકુવાના (મેન રોડ બજાર ચૌક)ના રહેવાસી ક્રિષ્નાભાઈ પ્રેમનાથભાઈ ચૌધરી (ઉ.વ.28) ગત રોજ ગામમાં પાન ખાવા જાવ છું તેમ જણાવી પોતાની રજીસ્ટ્રેશન વગરની હીરો કંપનીની HF ડિલક્સ મોટર સાઇકલ પર નીકળ્યાં હતા.જે પરત ઘરે નહી આવતા અને તેમની મોટર સાઇકલ કાવઠા ગામની સીમમાં તાપી નદીના પુલ ઉપરથી મળી આવી હતી.

તાપી નદી પુલ પરથી નદીના પાણીમાં છલાંગ લગાવનાર ક્રિષ્નાભાઈ ધંધાને લઈને અવાર નવાર માનસિક તણાવ અનુભવતા હોવાથી ગત રોજ પોતાની વગર રજીસ્ટ્રેશન નંબર વગરની મોટર સાઇકલ લઈને નીકળ્યા હતા.અને નિઝરના કાવઠા ગામની સીમમાં આવેલ તાપી નદીના પુલ ઉપર મોટર સાઇકલ મૂકીને તાપી નદીના પાણીમાં કૂદી ગયેલ હોય જેમનો મૃતદેહ જુના કુકરમુંડા ગામની સીમમાંથી તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.જે અંગે તેમના મોટા ભાઈ નીતિનભાઈ પ્રેમનાથ ભાઈ ચૌધરી રહે અક્કલકુવા, જી નંદુરબાર (મહા) દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...