તાપી જિલ્લાના કુકરમુંડાના આમોદા તર્ફે સોતોના ગામના સુનિલભાઈ વિનાયકભાઈ વળવી દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆતમાં જણાવ્યા મુજબ આમોદા ગામની સીમમા વિસ્તારમાં આવેલા સર્વે નંબરો વાળી જમીનોમાં શેરડીના ઉભા પાકોની કાપણી અધૂરી છોડી દેવામાં આવેલ છે. તેમજ અનેક ખેડૂતોઓની શેરડીના પાકોની કાપણી શરૂઆત પણ કરવાંમાં આવેલ નથી. આ વિસ્તારના ખેડૂતોઓ દ્વારા જુના કુકરમુંડા ખાતે આવેલી સુગર ફેકટરીમાં શેરડીના પાકની કાપણી માટે નોંધણી પણ કરવામાં આવી છે તેમ છતાં પણ આજદિન સુધી શેરડીના ઉભા પાકની કાપણી કરવામાં આવેલ નથી.
આ વિસ્તારના શેરડીના પાકો કરતા અમુક ખેડૂતોના ખેતરોમાં આવેલી શેરડીના પાકની કાપણી કરવામાં આવી છે તો અમુક ખેડૂતોના શેરડીના પાકની કાપણી બાકી જ છે. તેમજ અમુક ખેડૂતોની શેરડીના પાકની કાપણી અધૂરી છોડી દેવામાં આવી છે. ચોમાસુ નજીક હોવાથી શેરડીની કાપણી વહેલી તકે કરવામાં આવે તેવી માગ સાથે મામલતદારને લેખિત રજૂઆત કરી છે અને કાપણી વહેલી તકે નહી કરવામાં આવે તો આવનાર સમયમાં તમામ ખેડૂતો મામલતદાર કચેરી ખાતે ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ છે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.