ઉજવણી:નિઝરના રાયગઢમાં ત્રણ દિવસ સુધી સતી માતાનો મેળો ભરાયો

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરાના માહામારીના કારણે ગત બે વર્ષ સુધી મેળો બંધ રહ્યો હતો

તાપીના નિઝર તાલુકામાં રાયગઢ ગામે પરંપરાગત રીતે વર્ષોથી સતી માતાનો મેળો ભરાયો છે. વર્ષો પહેલા વડીલો દ્વારા સતી માતાનો મેળાનું આયોજન કરતા હતા. તે પ્રમાણે અત્યારે પણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે પણ પરંપરાગત રીતે રાયગઢ ગામ ખાતે ગત રોજથી સતત ત્રણ દિવસ સુધી મેળો ભરાયો હતો. મેળામાં નાના છોકરા માટે રમત-ગમતના સાધનો તેમજ રાતના સમય આખી રાત આદિવાસી તમાસા મંડળનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મેળાનો લોકો ત્રણ દિવસ સુધી આનંદ લેતા હોય છે અને ડુંગળી અને જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે.

રાયગઢ ગામનો મેળો વર્ષો જૂનો છે. ઉકાઈ વિસ્થાપિત થયા પહેલાં પણ આ મેળો જૂના રાયગઢ ગામે ભરાતો હતો અને હવે મેળો દર વર્ષે મે મહિનામાં પરંપરાગત રીતે ત્રણ દિવસ માટે ભરાય છે. મેળાની ખાસ વિશેષતા એ છે કે,મેળામાં ડુંગળીનું વેચાણ સૌથી વધુ થતું હોય છે, જેથી મેળામાં ડુંગળી વેચવા માટે વેપારીઓ દૂર દૂરથી આવતા હોય છે અને આ મેળા જરૂરિયાતની ચીજવસ્તુઓનું પણ વેચાણ થતું હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. સતીમાતા મેળાનું આયોજન ત્રણ દિવસ સુધી ચાલે છે. જેમાં રાતના લોકોને મનોરંજન માટે આદિવાસી સમાજ સુધારક પાર્ટીનું (સોંગાડીયા) આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...