આપઘાત:પિતાએ બાઇક ન આપતા રિસાઇને ઘરેથી નીકળી ગયેલો યુવક તાપીમાંથી મૃત મળ્યો

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવકની લાશ મળવાને પગલે નદી કિનારે એકત્ર થયેલું લોકોનું ટોળું. - Divya Bhaskar
યુવકની લાશ મળવાને પગલે નદી કિનારે એકત્ર થયેલું લોકોનું ટોળું.
  • તલોદા ગામના યુવકની લાશ કુકરમુંડા તાલુકાના કોંડ્રોજ નજીકથી મળી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અડીને આવેલ મહારાષ્ટ્રના તલોદા તાલુકાનો 24 વર્ષીય યુવકે ગત રોજ પોતાના પિતાજી પાસે મોટર સાઇકલ માંગેલ હોય. જે પિતાએ ના અપાતા યુવકને ખોટું લાગી આવતા યુવક ઘરેથી નીકળી ગયેલ હોય અને તાપી નદીના પાણીમાં કૂદીને પાણીમાં ડૂબી જઈને મરણ ગયેલ હોવા અંગેની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સૂત્ર પાસેથી મળતી માહિતી નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકામાં આવેલ રતનપાડા ગામના રહેવાસી અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર ઉમેશભાઈ સુભાષભાઈ વળવી.(24) નાઓ એ પિતા પાસે મોટર સાઇકલ માંગેલ હોય અને પિતાએ મોટર સાઇકલ ન આપતાં મરણ જનારના મનમાં ખોટું લાગી આવતા જેઓ ગત તારીખ 27/5/2022 ના રોજ ઘરથી નીકળી ગયેલ અને તાપી નદીના પાણીમાં કૂદી જઈ પાણીમાં ડૂબી જઈને મરણ ગયેલ હોય જેઓનું મૃતદેહ ગત રોજ કુકરમુંડા તાલુકાના કોંડ્રોજ ગામની સિમમાથી પસાર થતી તાપી નદીના કિનારેથી ડીકંપોઝ હાલતમાં મળી આવેલ હોવા અંગે મરણ જનારના પિતા સુભાષભાઈ ધનાભાઈ વળવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...