ખાડા પૂરાણ:ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવેની મરામત શરૂ કરાઇ

કુકરમુંડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાઓની મરામત શરૂ કરાતા વાહનચાલકોને રાહત મળી. - Divya Bhaskar
ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાઓની મરામત શરૂ કરાતા વાહનચાલકોને રાહત મળી.
  • વરસાદી માહોલમાં પડેલા ખાડાનું તંત્ર દ્વારા પુરાણ કરાતા વાહન ચાલકોને રાહત

તાપી જિલ્લાના નિઝર તાલુકાના સીમા વિસ્તારમાંથી પસાર થતો ઉચ્છલ - નિઝર સ્ટેટ હાઇવે પર વરસાદી માહોલ મા પડેલા ઠેર ઠેર ખાડાઓનું માર્ગ- મકાન (પેટા વિભાગ) ઉચ્છલ દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. નિઝર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે ઉપરથી રાતને દિવસે હજારોની સંખ્યામા વાહન પસાર થતાં હોય છે જે રસ્તા ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરાતા રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલોકોને રાહત મળી છે.

તાપી માં નિઝર તાલુકામાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર રોજના રાતને દિવસ મોટા ભાગના વાહનો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજયમાંથી અવર-જવર કરતા હોય છે.નિઝર તાલુકામા ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે આ ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા.

જેના લીધે આ રસ્તા ઉપરથી પસાર થતાં વાહન ચાલોકોને પોતાના કબ્જાનું વાહન આ રસ્તા ઉપરથી કરાવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.પરંતુ ગત દિવસોમા નિઝર તાલુકા માથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડાનું વહીવટી તંત્ર દ્વારા સમારાકામ કરવામા આવતા વાહન ચાલોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...