સમસ્યા:સાતોલા ગામે પાણી પુરવઠા યોજનાની RCC ટાંકી જર્જરિત

કુકરમુંડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાંકી જર્જરિત હોવાથી અહીંથી પસાર થતાં લોકો માટે જોખમી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા સાતોલા ગામ ખાતે ગામજનોને પાણીની સુવિધા સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા આશરે 20 વર્ષ પહેલા પાણી પુરવઠા યોજના હેઠળ લાખોના ખર્ચે પાણીનો સંગ્રહ કરવા માટે આર.સી.સી ટાંકી બનાવવામાં આવી હતી, જે ટાંકી કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાના કારણે લોકોઓ માટે જોખમી બની છે.

સાતોલા ગામમાં કેટલાક વર્ષોથી પાણી પુરવઠા યોજના હેઠળ બનેલી પાણીની આર.સી.સી ટાંકીમાં ું એક ટીપું પણ પડ્યું નથી. સરકાર દ્વારા ગામજનો માટે લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવવા આવી છે જે ટાંકીનો લાભ ગામજનોને મળ્યો જ નથી. આખરે ઘણા સમયથી પાણીની ટાંકી જર્જરિત જોવા મળી રહી છે. ગામજનો પાસેથી મળતી માહિતી અનુસાર પાણી પુરવઠા યોજના હેઠળ બનેલી ટાંકીમાં ઘણા વર્ષોથી પાણીનું ટીપું પણ પડ્યું નથી તેમજ ટાંકી કેટલાક સમયથી જર્જરિત હોવાથી ટાંકી આજુબાજુમાંથી પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે.

ટાંકી જર્જરિત હોવાથી કોઈ દિવસ ધરાશય થાય તો ટાંકીની આજુબાજુમાંથી પસાર થતા લોકો સાથે મોટી જાનહાની થઇ શકે તેમ છે.ગામમાં સરકાર દ્વારા પાણી પુરવઠા યોજનાની આર. સી. સી.ટાંકી તો બનાવી છે. પરંતુ તેનો લાભ ગામજનોને પૂરત પ્રમાણમાં મળેલ નથી. ગામજનો માટે ગામમાં લાખોના ખર્ચે પીવાના પાણી તેમજ ઘર વાપરશ માટે પાણીની આર.સી.સી ટાંકી અને પંમ્પ રૂપ સહીત અનેક સુવિધા ઉભી કરવામાં આવી હતી.જે કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે. પાણીની પણ ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...