ત્રાહિમામ:વેલ્દા ગામના તળાવમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

કુકરમુંડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકીના લીધે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય

નિઝર તાલુકામાં સમાવેશ વેલ્દા ગામના મુબારકપૂર ફળિયામાં આવેલ તળાવમાં ગામમાંથી આવતું ગટરનું ગંદુ પાણી અને કચરાનો ભરાવો થઇ રહ્યો છે. તેમજ તળાવમા આવેલ ગંદા પાણીમાં મોટા ભાગે લીલ પણ જમી ગઈ છે. ઘણા લાંબા સમયથી આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે આજુબાજુમાં કાચા તેમજ પાકા મકાનમાં વસવાટ કરતા લોકોઓ તેમજ ગામજનોમાં ભંયકર જીવલેણ રોગચાળો ફાટી નીકળવાનો ભય લાગી રહ્યું છે. તળાવમાં ગટરના ગંદા પાણી તેમજ કચરાનો ભરાવો અને લીલ જમી જતા તળાવમાંથી નાક ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી રહી છે.તેમ છતાં પણ સ્થાનિક જવાબદારો આંખ આડા કાન કરી રહ્યું છે.

વેલ્દા ગામમાં મુકરકપૂર ફળિયામાં વસવાટ કરતા લોકોઓ અને ગામજનો ઘણા લાંબા સમયથી તળાવમાં થયેલ ગંદકીના કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે.આ તળાવમાં આવતું ગટરનું ગંદા પાણી, કચરોનો ભરાવો અને લીલ જમવાના કારણે મચ્છરો ઉપદ્રવ વધી રહ્યું છે.જેથી આજુબાજુના ફળિયામાં વસવાટ કરનાર લોકોઓ ગામના લોકોમાં ઝેરી મલેરિયા તાવ, ડેંગ્યુ, તાવ, ટાઇફોડ, ઝાડા ઉલટી, જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેમ છે. સ્થાનિક જવાબદરો લોકોઓમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યા તેમ કહેવાય તો નવાઈ નહી, કારણ કે ઘણા લાંબા સમયથી તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં પણ તળાવનું સાફ સફાઈ કરવામાં આવ્યું નથી.

તળાવમાં ગટરના ગંદા પાણીનો ભરાવો, કચરો, તેમજ લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય હોવાથી ગામજનોમાં તેમજ આજુબાજુના ફળિયામાં વસવાટ કરનાર લોકોઓ આ તળાવમાં થયેલ ગંદકીના લીધે માંદા પડે તો જવાબદાર કોણ ? તે પ્રશ્નો ઉભો થઇ રહ્યો છે. તળાવમાં થયેલ ગંદકીના લીધે ગામજનો તેમજ આજુબાજુના ફળિયામાં વસવાટ કરતા લોકોઓમાં ભંયકર રોગચાળો ફાટી નીકળે તેના પહેલા સ્થાનિક જવાબદારો દ્વારા આ તળાવમાં ભરાયલું ગટરના ગંદા પાણીનું નિકાલ કરી, તળાવનાં કચરો તેમજ લીલની સફાઈ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...