ભાસ્કર વિશેષ:ખોડદામાં મનેરેગા યોજના હેઠળ સામૂહિક કૂવાની કામગીરી અધૂરી

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકરમુંડા તાલુકાના ખોરદા ગામે મનરેગા યોજના હેઠળ આશરે ચાર સામૂહિક કૂવાઓ મંજૂર થયા હતા

તાપીના નિઝર તાલુકામાં આવેલા ખોડદા ગામની સીમમાં વિસ્તારમાં આવેલા સર્વે નંબરવાળી જમીનોમાં મનેરેગા યોજના અંતર્ગત આશરે ચાર જેટલાં સામૂહિક કુવાની મંજૂરી મળી હતી, જે સામુહિક કૂવાઓ બનાવવા માટે ખાનગી કોન્ટ્રાકટરને કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં એક જ કૂવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બે કૂવાના કામો આધૂરા છોડી દેવાયા છે. તેમજ એક કૂવાની કામગીરીને કોન્ટ્રાકટર દ્વારા ચાલુ નહીં કરાતા જમીન માલિકે પોતના રીતે કૂવા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતના મૌજે ખોડદા ગામના રેહવાસી રમેશભાઈ સામાભાઈ વળવી, શૈલેષભાઈ માનસિંગભાઈ પાડવી, મગનભાઈ રોતુંભાઈ પાડવી અને રાકેશભાઈ કાંતિલાલભાઈ પાડવીના પોતાના સર્વે નંબર વાળી જમીનોમાં મનેરેગા યોજના અંતર્ગત સામૂહિક કૂવાઓની મંજૂરી આપવામાં આવી હતી.

એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ સામૂહિક કૂવાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી. જમીનના માલિકો ખેતરોમાં વહેલી તકે કૂવાના કામો પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાકટરને રૂબરૂ કે ફોન ઉપર કામ ચાલુ કરવા જણાવતા હોય તો ગોળગોળ વાત કરીને હાથ ઊંચા કરી દેતા હોય છે. તેવું જમીન માલિકો દ્વારા જાણવા મળેલ છે.

સરકાર દ્વારા મનરેગા યોજનામાં ખેડૂતોઓને પોતાના જમીન તેમજ આજુબાજુમાં જમીન ધરાવતા ખેડૂતોના જમીનમાં સિંચાઈ મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ સામુહિક કુવા બનાવવા માટે લાખોઓની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.

ખોડદા ગામના સીમા વિસ્તારમાં પણ ચાર જેટલાં ખેડૂતોઓના ખેતરોમાં સામૂહિક કુવા બનાવવા માટે લાખોની ગ્રાન્ટની ફાળવવામાં આવી છે અને સામૂહિક કૂવા બનાવવા માટે ખાનગી કોન્ટ્રાકટરને કામગીરી સોપાવામાં આવી હતી. પરંતુ કૂવાઓના કામગીરી આજ દિન સુધી પુરી કરવામાં આવી નથી. તેવું ખેડૂતો દ્વારા જાણવા મળેલ છે. કોન્ટ્રાકટર દ્વારા સામૂહિક કૂવાની અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરે તેવી માગ ખેડૂતોમાં ઉઠી છે.

એક જ કૂવાની કામગીરી પૂર્ણ થઇ
ખોડદા ગામની સીમમાં જમીન ધરાવતા ચાર ખેડૂતોના જમીનમાં મનેરેગા યોજના હેઠળ સામૂહિક કૂવાઓ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી માત્ર એક જ ખેડૂતના જમીનમાં કૂવાની કામગીરી પૂર્ણ થઇ છે. બે ખેડૂતોઓના જમીનમાં કૂવાની કામગીરી અધૂરી છે તો એક ખેડૂતના જમીનમાં કોન્ટ્રાકટર દ્વારા કૂવાની કામગીરી જ શરૂ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...