અકસ્માત:અક્કલકુવામાં ટ્રકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત

કુકરમુંડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરાપાડાના મિત્રો બાઈક લઈ આવ્યાં હતાં

અક્કલકુવા અક્કલકુવા ગામના સોરાપાડા ગામે રહેતાં ફરિયાદી હીરા લાલ ભાઈ પાડવી ખેતી અને પશુપાલન કરી જીવન ગુજરાન ચલાવે છે. તેમના બહેન પણ ગામમાં જ રહે છે અને બહેનનો દીકરો પવનભાઈ ગુલાબભાઈ વસાવા (20) એ પોતાના વપરાશ માટે બાઈક નંબર MH-39-AE-4179 વસાવેલ હતી. ગત દિવસે પવન વસાવા પોતાની બાઈક પર મિત્ર એવાં રાહુલ કેશવભાઈ તડવીને બેસાડી કોઈ કામ અર્થે અક્કલકુવા તરફ ગયા હતાં. તેઓ મોડી રાત્રે 9.45 કલાકના અરસામાં ગામના ટેક્સી સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં.

ત્યારે એક ટ્રક કે જેનો નંબર MH-41-G-5297 છે તેના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી પવન ભાઈ વસાવાની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને આ અકસ્માતના કારણે બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતાં અને માથામાં અને શરીરે ગંભીર ઇજા પામ્યાં હતાં જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.

પવનભાઈ વસાવા અને રાહુલ ભાઈ તડવીને સારવાર અર્થે નજીક ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાઈકચાલક પવન ગુલાબ ભાઈ વસાવા (20) નું મૃત્યુ થયું હતું જ્યારે રાહુલ તડવીને વધુ સારવાર માટે આગળ ખસેડાયો હતો. આ અકસ્માતના બનાવ અંગે અક્કલકુવા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...