તાપીના નિઝર તાલુકામાં સમાવેશ જુના કાવઠા ગામથી કોટલી ગામને જોડતો રસ્તા ઉપરથી રેત માફિયાની ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો પસાર થતાં રસ્તો બિસ્માર બની ગયો છે. આ રસ્તાની આજુબાજુના વેલ્દા, કોટલી, મુબારકપૂર, સહીત અનેક ગામોના ખેડૂતો ખેતી ધરાવે છે, જે ખેડૂતો માટે આ રસ્તા ખૂબ જ ઉપયોગી બનતો હોય છે.
પરંતુ કેટલાક વર્ષોથી કોટલી અને કાવઠા ગામની સીમમાથી પસાર થતી તાપી નદીમાં રેત માફિયાઓ તાપી નદીમા પોતાના ડેરા તંબુ નાખી તાપી નદીમાં આધુનિક મશીનો મૂકી રાત દિવસ ગેરકાયદે રેતી ખનન કરીને રેત માફિયાઓની ઓવર લોડ ટ્રકો જુના કાવઠાથી કોટલી ગામને જોડતા રસ્તા ઉપરથી પસાર થતી હોય છે, જેના કારણે આ રસ્તાઓ બિસ્માર બની ચુક્યો છે. આ રસ્તા ઉપરથી પસાર થતા ખેડૂતો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતો પોતના ખેતરોમાં ચોમાસાની ઋતુમાં કપાસ, શેરડી, મકાઈ, જુવાર, તુવેર જેવા અનેક પાકોનું વાવેતર કરતા હોય છે.જે પાકો શિયાળામા તૈયાર થઇ જતા હોય છે. ખેડૂતો પાક ઉપજને વેચાણ કરવા જવા માટે જુના કાવઠાથી કોટલીને જોડતો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. પરંતુ આ રસ્તો જ બિસ્માર હોવાથી પાક ઉપજને લઈને જવા માટે રસ્તા પરથી જીવના જોખમે પસાર થવું પડે છે. ખેડૂતોને પોતના ખેતરમાં ખેત ઓજારો લઇ આવવા કે લઇ જવા કે પાકો ઉપજોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુધી તેમજ બજાર પટ્ટાના ગામો સુધી લઇ જવા માટે રસ્તા પરથી પસાર થવા ભારે મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે.
તેમજ રસ્તા પરથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઇ રહ્યા છે જેથી જુના કાવઠાથી કોટલી ગામને જોડતો રસ્તાનું નવનીકરણ કરવામાં આવે તેવી માગ આ વિસ્તારમા ખેતી ધરાવતા ખેડૂતો અને વાહન ચાલકો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.