ભાસ્કર વિશેષ:જુના બેજના રસ્તા હજુ કાચા, લોકો કાદવમાંથી પસાર થવા મજબૂર

કુકરમુંડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકરમુંડા તાલુકાના શિક્ષણ જેવી સુવિધા તો કરી પણ હજુ રસ્તાની સમસ્યા દૂર કરી શક્યા નથી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ અને તાપી કિનારે વસેલું જુના બેજ ગામમાં હજુ પણ અનેક સુવિધાઓ વંચિત જોવા મળી રહ્યું છે.વર્ષોથી જુના બેજ ગામની ચારે બાજુ ઉકાઈ જળાશયનું પાણી ભરાય જવાથી ગામજનો 8 મહિના સુધી હોળીના સહારે અવર -જવર કરતા હોય છે. તાપી જિલ્લાનું વહીવટી તંત્ર આખરે વર્ષો પછી જુના બેજ ગામની મુલાકાત લેવા નાવડીના સહારે જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી.કાપડિયા જિલ્લાના વિવિધ વિભાગની ટીમ સાથે પહોંચી ગયું હતું.

અને ગામ ફરીને પડતી મુશ્કેલીઓ જાણીને ગામજનોને સવિસ્તારથી માહિતી આપી હતી. ગામમાં પ્રથમ પાયાનું શિક્ષણનું સુવિધા ચાલુ કરવામાં આવી હતી. ત્યારે પછી ગામજનોને નદીમાંથી અવર-જવર કરવા બોટની સુવિધા કરી છે તેમજ મનરેગા અંતર્ગત ગામજનોને રોજગારી પણ આપી છે.પરંતુ જુના બેજ ગામને જોડતા રસ્તાઓ હજુ પણ કાચા હોવાથી ચોમાસામાં રસ્તા કાદવ-કીચડ વાળા હોવાથી ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ચોમાસામાં જુના બેજ ગામના લોકો નદીમાંથી હોળીના સહારે કિનારા પર તો પહોંચી જતા હોય છે.પરંતુ નદીના કિનારાથી ખેતરાડી કાચા રસ્તા ઉપર કાદવ કિચડમાં પસાર થવા મજબુર બનતા હોય છે.ખાસ કરીને દવાખાને, જીવન જરીયાત ચીજ વસ્તુની ખરેદી જવા આવા, તેમજ સામાજિક પ્રસંગોમાં જવા આવા માટે અવર-જવર કરવા કાદવ-કીચડવાળા કાચા રસ્તા ઉપર 5 કિલોમીટરથી વધુ ચાલીને જતા હોય છે. જુના બેજ ગામમાં બીજી જાન્યુઆરી 2022 રવિવારના રોજ જિલ્લાના વહીવટી તંત્ર મુલાકાત લીધી હતી.

સાત મહિનાથી પણ વધુ સમય પસાર થવા છતાં જુના બેજ ગામને તરફ જતા રસ્તા ઉપર પૂરતા પ્રમાણમાં માટી મેટલ પણ નાખવામાં આવેલ નથી. જુના કુકરમુંડાથી જુના બેજ ગામને અડીને નદી સુધી જતા રસ્તા ઉપર પણ માટી મેટલનું કામ અધૂરું છોડી દેવાયું છે.મનરેગા યોજના અંતર્ગત માટી મેટલ નાખવા અંગે રજૂઆત કરવા આવી છતાં પણ આજ દિન સુધી જુના બેજ ગામની સીમમાં આવેલ નદી સુધી રસ્તા ઉપર માટી મેટલ નાખવા આવેલ નથી. તો બીજી તરફ ગામની શેરીઓમાં પણ સરકારની વિવિધ યોજના માંથી આંતરિક રસ્તા કે પેવર બ્લોક, કે સુરક્ષા દિવાલ જેવા એક પણ કામ કરવામાં આવેલ નથી.

વરસાદના કારણે માટી મેટલનું કામ બાકી રહ્યું છે
આ બાબતે કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું.કે જુના કુકરમુંડાથી જુના બેજ તરફ જતા રસ્તા પર વરસાદના કારણે માટી મેટલનો કામ બાકી રહ્યું છે. વરસાદ પૂરો થતાં જ આ રસ્તા પર મનેરેગા યોજના હેઠળ માટી મેટલ નાખવામાં આવશે, તેમજ વધુમાં જણાવ્યું હતું કે જુના બેજ ગામ માટે નાણાંપંચમાં પણ રસ્તા આયોજનમાં લીધા છે.

અન્ય સમાચારો પણ છે...