કાચા-પાકા મકાનને ભારે નુકસાન:તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં શનિવારે ભારે પવન સાથે પધારેલા સિઝનના પહેલા વરસાદે ભારે તારાજી સર્જી

કુકરમુંડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે પવન સાથેના વરસાદમાં કુકરમુંડાના 7 ગામમાં 48 ઘરોને નુકસાન

તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર અને કુકરમુંડા તાલુકામાં ગત શનિવારના રોજ આશરે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ભારે પવન અને વાવાઝોડા સાથે પ્રથમ પડેલા વરસાદમાં ચાર જેટલી ગ્રામ પંચાયતોના સાત ગામોમાં આશરે 48 જેટલાં કાચા-પાકા ઘરોને ભારે નુકસાન થયું હતું.જેમાં મોટા ભાગના ઘરોના પતરા ઉડી ગયા હતા.અને અનેક ઘર આંગણે તેમજ આજુબાજુમાં આવેલ ઝાડો પણ ધરાશય થતા ગ્રામ પંચાયતો સરપંચો દ્વારા તાલુકાના જવાબદાર અધિકારીને જાણ કરાતા ગત રવિવારના રોજ વહેલી સવારથી કુકરમુંડાના તાલુકા વિકાસ અધિકારી સહીત તલાટીક્રમ મંત્રી દ્વારા ગામોની મુલાકાત લઈને સર્વેની કામગીરી હાથ ધરી હતી.

કુકરમુંડા તાલુકાના મોદલા ગ્રામ પંચાયતમાં સમાવેશ વેશગાવમાં 4, કુટુંબ પરિવાર ના ઘરો, કેવડામોઇ ગ્રુપગ્રામ પંચાયતના મેનપુર ગામમાં 1, ઘર, બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના આમોદા ગામમાં 15,બેજ ગામમાં 5,ઘરો,અને બાલંબા ગામમાં 7,ઘરો,રાજપૂર ગ્રામ પંચાયતના રાજપુર ગામમાં 10,ઘરો અને તુલસા ગામમાં 6,ઘરોને ગત રોજ પડેલા સાંજે ગાજવીજ સાથે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદના કારણે કાચા - પાકા ઘરોના પતરા ઉડી ગયા તેમજ ઝાડોનું ધરાશય થવાથી ભારે નુકસાન થયું હતું. કુકરમુંડા તાલુકાના ચાર ગ્રામ પંચાયતોમાં સમાવેશ સાત જેટલાં ગામોમાં આશરે 48,જેટલા કાચા-પાકા મકાનને ભારે નુકસાન થતા તંત્ર દ્વારા સરવે હાથ ધરાયો છે.

અન્ય સમાચારો પણ છે...