તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ગામે આશરે 1994 માં સરકાર દ્વારા કોરોડાના ખર્ચે દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના બનાવામાં આવી હતી. જે પાણી પુરવઠા યોજના અંતર્ગત ગામડાના લોકોઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, તે માટે પાણીની તમામ સુવિધાઓ કરવામાં આવી છે.
પરંતુ આ પાણી પુરવઠા યોજના આશરે 25 વર્ષથી વધુ જૂની હોવાથી મેન પાઇપ લાઈનમાં ઠેર ઠેર લિકેજો થઇ ગયા હતા. જેના કારણે લિકેજોમાંથી મોટા ભાગે પાણીનો વેડફાડ થતું હતું. જેથી ગામડાના લોકોઓને પૂરતા પ્રમાણ પાણી મળતું ન હતું. પરંતુ કેટલાક દિવસથી મેઇન પાઇપ લાઈનમાં થયેલ લીકેજોના વિસ્તારમાં નવા પાઇપ નાખવામાં આવતા લિકેજોનું પ્રમાણ ઘટ્યું છે.
વેલ્દા ખાતે આવેલ દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી સપ્લાય માટેની મેન પાઇપ લાઈનમાં ઘણા લિકેજો પડી ગયા હતા. જેમાં વધારે લીકેજો ધરાવતા વિસ્તારો જેવા કે વેલ્દા ટાંકીથી ખોડદા ગામ વચ્ચે આશરે 1.5 કિલોમીટર સુધી 450 mm વાળી ડી.આઈ.ની નવી પાઇપ લાઈન નાખવામાં આવી છે.
તેમજ વેલ્દા ટાંકીથી નિઝર ગામ વચ્ચે 400 mmની આશરે 4 કિલોમીટર સુધી ડી.આઈ ની પાઇપ લાઈન નવી લાઈન નાખવામાં આવેલ છે. અને રાયગઢથી હાથનુર ગામના સંપ સુધી 300 mm ની પાઇપ લાઈન નાખતા, દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠાની મેન પાણી સપ્લાયની પાઇપ લાઈનમાં લિકેજો ખુબ જ ઓછા થયા છે.
નિઝર તાલુકાના અનેક ગામોની સીમા વિસ્તારમાંથી પાણી પુરવઠા યોજનાની પાણી સપ્લાય માટે મેન પાઇપ લાઈનમાં આશરે 70 ટકાથી વધુ લિકેજોઓ જોવા મળતા હતા. જેના કારણે પાણી મોટા ભાગે લિકેજોમાં નીકળી જતું હતું અને ગામડાઓના લોકોઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું, પરંતુ ગામડામાં સમય સર અને પૂરતા પ્રણામમાં પાણી પહોચે તે માટે તંત્ર દ્વારા પાણી પુરવઠાની મેન પાઇપ લાઈનના જે વિસ્તારમાં લિકેજોનું પ્રમાણ વધારે હતું તે વિસ્તારમાં નવીપાઇપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવતા, હવે ગામોમાં લોકોને સમય સર અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું થયું છે.
મેઇન લાઇનમાં પડેલા મહત્તમ લિકેજ દુર કરાયા
દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાના સાઈટ કારકુન ગુલાબભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું.કે કાર્યપાલક ઈજનેર ડી. એલ. ટંડેલના માર્ગદર્શન હેઠળ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાની મેન પાઇપ લાઈનમાં થયેલ લિકેજો વાળા વિસ્તારમાં નવી પાઇપ લાઈન નાખાવમાં આવી છે. પહેલા મેઇન પાઇપલાઈનમાં 70 ટકા જેટલાં લિકેજો હતા. નવી પાઇપ લાઈન નાખવામાં આવતા હવે 10 થી15 ટકા જ લિકેજો રહ્યા છે. જેને કારણે હવે પાણી સમયસર અને પુરતા પ્રમાણમાં મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.