મુશ્કેલી:કુકરમુંડામાં મનરેગાના મજૂરોને 2 મહિના થવા છતાં ચૂકવણું બાકી

કુકરમુંડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામા તહેવારે આશરે ચાર હજારથી વધુ મજૂરને મુશ્કેલી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 18 જેટલી ગ્રામ પંચાયતો આવેલ છે, જેમાં 51 જેટલાં ગામડાઓનો સમાવેશ થાય છે. જે ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ડિસિલટિંગ, નાળા ડિસિલટિંગ, તળાવ ડિસિલટિંગ, મેટલ રસ્તાઓ, કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભર્થીના મકાન બનાવવામાં કામ કરનાર લેબરોને કુકરમુંડા તાલુકામાં ે બે મહિનાનો સમય પસાર થઇ ગયો હોવા છતાં પણ ચૂકવણું કરવામાં આવેલ નથી.

કુકરમુંડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ આશરે ચાર હજારથી પણ વધુ લોકો કામગીરી કરવામાં આવી છે અને તેઓને આશરે 90 લાખથી પણ વધુ રકમનું ચૂકવણું બાકી રાખવામાં આવેલ છે. રોજિંદા રોજગારી મેળવીને પોતના પરિવારનું જીવન નિર્વાહ કરનાર પરિવારોને મનેરેગા યોજના હેઠળ ચુકવણું નહી કરવામાં આવતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

કુકરમુંડા તાલુકા પંચાયતના સભ્ય ચંદુદાસ નાઈક દ્વારા ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઊડું કરવાનું કામ કરનાર લેબરને એક મહિનાથી ચૂકવાણુ નહી કરવામાં આવતા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરી છે.

તેમને જણાવ્યું હતું કે હાલમાં તહેવાર હોવાથી લોકોને મનેરેગા યોજના હેઠળ કરેલ કામોનું ચુકવણું જલ્દી કરેલ તેવી માગ લોકોમાં ઉઠી છે. સમયસર ચૂકવણું નહી કરાતા હોવાથી તાલુકા પંચાયતના સભ્ય દ્વારા લેખિતમાં પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...