મેઘના મંડાણ:તાપી જિલ્લામાં આવી પહોંચી મેઘસવારી, સુરત જિલ્લામાં પણ સંભળાયા પગરવ

કુકરમુંડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિઝર-કુકરમુંડા તાલુકામાં શનિવારે સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

તાપી જિલ્લામાં નિઝર અને કુકરમુંડા તાલુકામાં શનિવારે મેઘરાજાએ દસ્તક દીધા છે. સાંજના સમયે ભારે પવન અને વાવાઝોડા સાથે પડેલા પ્રથમ વરસાદ ના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. તાપી જિલ્લાના છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં શનિવારે સાંજના આશરે પાંચ વાગ્યા ના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા.થોડી જ વાર પછી ભારે પવન અને વાવાઝોડા તથા ગાજ વીજ સાથે ભારે વરસાદ નું આગમન થયું હતું અને રસ્તા ઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને નાળા માં વરસાદી પાણી નું વહેણ જોવા મળ્યું હતું.

આ વરસાદ ને કારણે તાલુકાના કેટલાય ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાનું જાણવા મળ્યું છે જેથી નિઝર અને કુકરમુંડા તાલુકામાં પ્રિ મોન્સૂન કામગીરી બાબતે પણ અનેક પ્રશ્ન ઉભા થયા છે.છેલ્લા ચાર પાંચ દિવસથી બંને તાલુકામાં ગરમી નું પ્રમાણ વધારે રહ્યું હતું જેથી આ વરસાદ ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકો એ રાહત અનુભવી હતી.આ વરસાદ ને કારણે કેરી નો પાક લેતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાઈ ગયા હતા.

આ વરસાદ ને કારણે આંબા પર રહેલી કેરી બગડી જવાની સંભાવના છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લા માં પડતાં કુલ સરા સરી વરસાદના પ્રમાણમાં અન્ય તાલુકા ઓ કરતા નિઝર કુકરમુંડા અને ઉચ્છલમાં વરસાદ પ્રમાણ માં ઓછો વરસે છે.આ સંજોગો માં જિલ્લામાં વરસાદ ની શરૂઆત આ બંને તાલુકા થી થતાં આવનાર ચોમાસા નો સમય સારા વરસાદ સાથે નો રહેશે એવો આશાવાદ પણ ઉભો થયો છે.

વાદળોના કાફલાએ સુરત જિલ્લાના આકાશને ઘેર્યું
મેંઘરાજાના વિધિવત આગમનની ઘડીઓ ગણાય રહી છે. જિલ્લા સહિત કીમ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળે છે. મેઘરાજા ગુજરાતના વિસ્તારોમાં નજીકના દિવસોમાં વિધિવત એન્ટ્રી મારશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ગુજરાત અને જિલ્લાના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન હવે નજીકના દિવસોમાં થનાર છે. ગતરોજ ડાંગ, સાપુતારા વિસ્તારમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા.બીજી તરફ આકાશે કાળા વાદળો બંધાઈ રહ્યા છે. આ વચ્ચે અસહય બફારો અનુભવાઈ રહ્યો છે. લોકો વાતાવરણમાં વાદળી તાપ અને બફારો વધતા અકળાઈ ઉઠ્યા છે.ચોમાસાના આગમન પૂર્વે અનુભવાતા ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...