આક્ષેપ:જુના રણાઇચીમાં દીપડાએ કોઢારમાંથી વાછરડાને ખેતરમાં ખેંચી શિકાર બનાવ્યો

કુકરમુંડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગને જાણ કરી હોવા છતાં પાંજરુ ન મૂક્યા હોવાનો આક્ષેપ

કુકરમુંડા તાલુકાના કેવડામોઇ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ જુના રણાઈચી ગામની સીમામાં દિપડાએ કેટલાક દિવસથી આંતક મચાવ્યો છે. વન વિભાગને આઠેક દિવસ પહેલા જાણ કરી હતી. છતાં પાંજરું મુકવામાં આવ્યું નથી. પાંચેક વાગ્યાના અરસામાં દીપડાએ વાછરડાનું શિકાર કરીને મકાઈના ખેતરમાં ખેંચી ફાડી ખાધું હતું.

જુના રણાઇચી ગામ ખાતે પશુપાલક સાથે ખેત મજૂરી કરીને પોતાના કુટુંબ પરિવાર સાથે કાચું મકાન બનાવીને વસવાટ કરતા કિશનભાઇ બોન્ડાભાઇ વળવીના ઘર આંગણામાં બાંધેલ આશરે ચાર વર્ષના વાછરડાનું દીપડાએ વહેલી સવારમાં જ શિકાર કરીને બાજુમાં આવેલા મકાઈના ખેતરમાં ખેંચી લઇ જઈને ફાડી ખાધું હતું. આ પશુપાલકના પહેલા પણ એવા દીપડાએ ચાર બકરી તથા એક વાછરડાનો શિકાર કરીને ફાડી ખાધું હોવા અંગેના બનાવ બની ગયા છે.

તેમ છતાં પણ સરકાર તરફથી કોઈ લાભ આપવામાં આવ્યો નથી. પાલતુ પશુઓને ખૂંખાર દીપડા શિકાર કરતો હોવાનાં અનેક કિસ્સા બનવા છતાં વન વિભાગ દીપડાને પકડવા માટે જાણે લાપરવાહી દાખવી રહ્યું હોય તેમ લાગી રહયું છે. જાણ હોવા છતાં વન વિભાગે પાંજરૂ પણ ન મુકતા ગત ગુરુવારેે વાછરડાને દીપડાએ ફાડી ખાધું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેવડામોઇ ગ્રુપ પંચાયતમાં સમાવેશ જુના રણાઈચી ગામે કાચું મકાન બનાવીને રહેનાર અને ખેત મજૂરી સાથે પશુ પાલન કરીને કુટુંબ પરિવાર જીવન ગુજરાન ચલાવનાર કિશનભાઈ બોન્ડાભાઈ વળવીના ઘર આંગણામાં બાંધેલા ગત રોજ વહેલી સવારે ચાર વર્ષીય વાછરડાને દીપડાએ મકાઈના ખેતરમાં ખેંચી લઇ જઈને ફાડી ખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વનવિભાગને જાણ કરી હતી
આ બાબતે રણાઇચી ગામના રહેવાસી અને હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા કલ્યાણભાઇનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. જુના રણાઇચી ગામની સીમમાં ખૂંખાર દીપડાએ વાછરડાને ફાડી ખાધું હોવા અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી છે.

વનવિભાગને શિકારની જાણ નથી
આ બાબતે ટાવલના રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી એવા વજીરભાઇ.એસ. વસાવાનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. કે પહેલા અમને જૂની રણાઇચી વિસ્તારમાં દીપડો ફરે છે, જે અંગેની જાણ કરવામાં આવી હતી. પરંતુ ગત રોજ વાછરડાને દીપડાએ ફાડી ખાધું છે. એ અંગે જાણ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...