બેદરકાર તંત્ર:મેણપુર ગામમાં લાખોના સામૂહિક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન

કુકરમુંડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાખોના ખર્ચે બનાવેલા સામુહિક શૌચાલયમાં પાણીની સુવિધા જ નથી. - Divya Bhaskar
લાખોના ખર્ચે બનાવેલા સામુહિક શૌચાલયમાં પાણીની સુવિધા જ નથી.
  • પાણીની સુવિધા આજ દિન સુધી કરવામાં આવી નથી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ કેવડામોઇ ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવેશ મેણપૂર ગામમાં ગામજનો માટે વર્ષ 2018/19માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખોના ખર્ચે સામૂહિક જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. પરંતુ પાણીની સુવિધા આજ દિન સુધી કરવામાં આવી આવેલ નથી. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડા મોય ગ્રુપ ગ્રામ પંચાયતના મેળપુર ગામમાં પ્રજાની સુવિધા માટે સામૂહિક શૌચાલય બનાવી દેવાયું હતું પરંતુ હાલ આ સામૂહિક શૌચાલય બિન ઉપયોગી બનતા, આ શૌચાલય માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.

ગામમાં બનેલા સામૂહિક શૌચાલયમાં પાણીના અભાવે આજ દિન સુધી ગામજનો સામૂહિક શૌચાલયનો ઉપયોગ કરી શક્યા નથી. હજારોની વસ્તી ધરાવતું મેણપૂર ગામમાં ગામજનો માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સામુહિક શૌચાલય તો બનાવવામાં આવ્યું છે. પરંતુ આજ દિન સુધી પાણીની સુવિધા જ કરવામાં આવી નથી, જેથી ગામજનો સામૂહિક શૌચાલયનો ઉપયોગ નહી કરતા, શૌચાલય ખંડર હાલતમાં જોવા મળી રહ્યું છે.મેણપૂર ગામમાં બનેલ સામૂહિક શૌચાલયમાં પાણીની સુવિધા ઉભી કરવામાં આવે તો ગામજનો શૌચાલયનો ઉપયોગ કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...