રોષ:જુના નેવાળા ગામમાં ગ્રામજનોએ આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરી

કુકરમુંડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડી વર્કરમાં ગામની ત્રણ બહેનો મેરીટ લિસ્ટમાં નામો હોવા છતાં નિમણુંક નહી કરતા ગામજનો દ્વારા તાળાબંધી કરી. - Divya Bhaskar
આંગણવાડી વર્કરમાં ગામની ત્રણ બહેનો મેરીટ લિસ્ટમાં નામો હોવા છતાં નિમણુંક નહી કરતા ગામજનો દ્વારા તાળાબંધી કરી.
  • આંગણવાડી વર્કરમાં ગામની ત્રણ બહેનો મેરીટમાં હોવા છતાં નિમણૂંક નહીં

નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ખોડદામાં સમાવેશ જુના નેવાળા ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ખોડદા-3માં આંગણવાડી વર્કર તરીકે નવું નેવાળા ગામની બહેનની નિમણૂંક કરવામાં આવતા ગામજનો દ્વારા ભેગા થઇને આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરી હતી.

જુના નેવાળા આંગણવાડી કેન્દ્ર-ખોડદા-3માં આંગણવાડી વર્કરની ખાલી પડેલી જગ્યામાં ભરતી થવા જુના નેવાળા બહેનોએ પણ ઓનલાઇન ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ત્રણ બહેનોના નામ મેરીટ લિસ્ટમાં હતા. છતાં પણ નવું નેવાળા ગામની બહેનની નિમણૂંક કરાતા ગામજનોએ આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરી છે. રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા 2022માં આંગણવાડી વર્કર અને તેડાઘરની સેવાની ભરતી પ્રક્રિયા ઓનલાઇન પદ્ધતિથી થઇ હતી.

જેમાં નિઝરના જુના નેવાળા આંગણવાડી કેન્દ્ર-ખોડદા-3 માં આંગણવાડી વર્કરની જગ્યા ખાલી પડેલી હોવાથી નેવાળાની બહેનો દ્વારા ભરતીમાં ઉમેદવારી કરી હતી. જેમાં નવું નેવાળા ગામની જાગૃતિબેન વળવી, આંગણવાડી વર્કર તરીકે નિમણુંક કરી છે.

તો બીજી તરફ જુનાનેવાળાની કુસુમ વળવી, પ્રિયંકાબેન વળવી, પ્રતિમાબેન વસાવા અને અંકિતાબેન ઉમેદવારી કરી હતી અને ત્રણ બહેનોનું મેરીટ લિસ્ટમાં નામ હોવા છતાં જુના નેવાળા ગામથી આશરે અઢી- ત્રણ કિલોમીટરના અંતરે નવું નેવાળા ગામની બહેનની આંગણવાડી વર્કર તરીકે નિમણૂંંક કરવામાં આવતા ગામજનો અને મેરીટ લિસ્ટમાં આવેલ બહેનોએ આંગણવાડી કેન્દ્રને તાળું માર્યુ છે.

જુના નેવાળા ખાતે આંગણવાડી કેન્દ્ર-ખોડદા-3ની ભરતીમાં કુસુમબેન વળવી પ્રથમ મેરીટમાં આવેલ હોય અને બીજા મેરીટમાં જાગૃતિ બેનનું પ્રથમ નામ આવતા કુસુમબેન દ્વારા મહિલા બાળ વિકાસ વિભાગના કમિશન ગાંધીનગરને રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા મુજબ પ્રથમ મેરીટમાં જાગૃતિબેનનું નામ પણ આવ્યું નહી અને બીજી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી.

જેમાં પ્રથમ ક્રમાંકમાં એમનું નામ હોવાના કારણે પ્રથમ મેરીટ લિસ્ટ યાદી પ્રમાણે જુના નેવાળામાં આવેલી આંગણવાડી કેન્દ્ર-ખોડદા-3માં આંગણવાડી વર્કરની નિમણૂંક કરવા અંગે માંગણી કરવામાં આવી હતી.પરંતુ જાગૃતિબેનને આંગણવાડી વર્કર તરીકે નિમણૂંક કરવામાં આવતા ગામજનોએ આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરીને ગામની બહેનને આંગણવાડી વર્કર તરીકેની માગ કરી રહ્યા છે.

અમે મેરીટમાં હોવા છતાં નિમણૂંક નહીં
જુના નેવાળા ગામની અંકિતાબેનનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી વર્કર તરીકે ભરતી પડી હતી. જેમાં અમે પણ ફોર્મ ભર્યું હતું અને ગામની ત્રણ બહેનો મેરીટમાં આવ્યા છતાં પણ નવું નેવાળા ગામની બહેનનું આંગણવાડી વર્કર તરીકે નિમણૂંક કરવામાં આવતા અમે ગ્રામજનો સાથે આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરી છે.

મેરીટમાં મારુ નામ પ્રથમ હતુ
જુના નેવાળા ગામની કુસુમબેનનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર-ખોડદા-3માં આંગણવાડી વર્કરની જગ્યા ખાલી હોવાથી અમે ગામની ચારેક બહેનોએ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભર્યું હતું. જેમાં પહેલી મેરીટ લિસ્ટમાં મારું નામ પ્રથમ હતું અને બીજુ મેરીટ લિસ્ટ બહાર પડતા મારું નામ બીજા ક્રમાંક પર આવતા અમે મામલતદારથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી પણ કંઈ જ નિરાકરણ નહી આવતા અમે આજે તાળાબંધી કરી છે.

અમારા ગામની બહેનની પસંદગી કરો
જુના નેવાળા ગામની પ્રેમિલાબેનનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે નવું નેવાળા ગામની બહેનને આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી વર્કર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની જગ્યા એ અમારી જ ગામની બહેનોની પસંદગી કરવા આવે.

અન્ય સમાચારો પણ છે...