તાપી જિલ્લામાં કોરોના કાળમાં અનેક સંતાનોના માથેથી છત્રછાયા ઉઠી ગઈ હતી, કેટલાક બાળકો નિરાધાર બન્યા કે કેટલાક બાળકોના વાલીમાંથી એક નું મરણ થયું, કેટલાકે માતા ગુમાવી કે કેટલાકે પિતાની છત્રછાયા ખોઈ દીધી, બાળ સેવા યોજના ડીબીટી હેઠળ તાપી જિલ્લામાં કુલ 601 અરજીઓ આવી હતી, જે પૈકી 82 અરજીઓ એવી હતી કે જેમાં એકથી વધુ વખત અરજીઓ કરવામાં આવી હતી તેવી અરજીઓ રદ કરવામાં આવી હતી, કુલ 557 નિરાધાર સંતાનો કે એક વાલીના બાળકોને શરૂઆતના તબક્કે સહાય ચુકવવાની શરૂઆત થઇ હતી.
2 ઑગસ્ટ 2021 થી શરૂઆતના તબક્કે 38 જેટલા સંતાનોએ માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવી હોય સંતાન પ્રમાણે 4000નું માસિક રકમ તથા માતા-પિતા પૈકી કોઈ એક ખોનાર સંતાનોમાં 519 જેટલા લાભાર્થીઓને માસિક 2000ની માસિક સહાય ચુકવણી શરૂઆત કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક કિસ્સાઓમાં એક વાલી હયાત હોય અને હાલ 18 વર્ષની વય સુધી લાભ આપવાનું સરકારે નક્કી કરેલ હોય 18ની વય થઇ જનારા 12 લાભાર્થીઓને સહાય મળતી બંધ થઇ છે.
જ્યારે અનાથના કિસ્સામાં 21 વર્ષની વય સુધી લાભ આપવાનું સરકારે નક્કી કરેલ હોય હાલ 2 જેટલા અનાથ બાળકો 21 વર્ષની વય થઇ જતા સહાય બંધ કરવામાં આવી છે, આજની તારીખે તાપી જિલ્લામાં 36 અનાથ સંતાનો આને 507 ને કોઈ એક વાલીના મૃત્યુના કારણે સહાય ચૂકવાઈ રહી છે, હાલ માસિક 11.58 લાખ માસિક સહાય ચૂકવાઈ રહી છે. વાલોડ તાલુકતાના દેગામાગામે રાકેશભાઇ ચૌધરીનું મોત થયું હતું. અગાઉ પત્ની પણ ગુજરી જતા ત્રણ સંતોનો અનાથ બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.