નિઝર તાલુકામાં ગત રોજ ગાજવીજ તેમજ ભારે વાવાઝોડું સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.જેમાં નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામમાં વસવાટ કરતા બે ગરીબ કુટુંબ પરિવારોના ઘરોની દિવાલ ધરાશાઈ થઇ જતા ભારે નુકશાન થયું હતું.જે અંગે ભીલજાંબોલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુનિલભાઈ નરશીભાઈ વળવી તેમજ ગામના પંચો સહીત તલાટી ક્રમ મંત્રી ઘટના સ્થળે પોહચી નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યું હતું.ભીલ જાંબોલી ગામે બે ઘરોની દીવાલો પડી જવા બાબતે પંચ કેસ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગત રોજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.અને ગત સોમવારના રોજ તાપી જિલ્લાના નિઝર-કુકરમુંડા તાલુકામાં સાંજના આશરે 19 :15 વાગ્યાંના અરસામાં ગાજવીજ અને ભારે વાવાઝોડું સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેમાં નિઝર તાલુકાના ભીલ જાંબોલી ગામ ખાતે રહેતી વિધવા મહિલા લતાબેન જગનભાઈ પાડવી,તેમજ સાજેશભાઈ જેવુભાઈ વળવીના ઘરોની દિવાલો રાતના આશરે 22:30 વાગ્યાંના અરસામાં ધરાશાઈ થઇ ગઈ હતી.
ઘરોની દીવાલો ધરાશાઈ થતા બન્ને પરિવારોના ઘર વખરી સમાનને ભારે નુકસાન થયું હોવા અંગે જાણવા મળી આવ્યું છે. સદ નસીબે બન્ને પરિવારોના સભ્યોને કોઈ જાનહાની થઇ નથી.બન્ને પરિવારોના ઘરોની દીવાલો ધરાશાઈ થઇ હોવા અંગેની જાણ સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રીને થતા સરપંચ, ગામના આગેવાનો તેમજ તલાટીક્રમ મંત્રી ઘટના સ્થળે પોહચીને ઘટના અંગેનો રિપોર્ટ અને પંચ કેસ તૈયાર કરી નિઝર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો હોવા અંગે જાણવા મળેલ છે.
બંને ઘરોની દિવાલો તૂટી , કોઇ જાનહાનિ ન થતાં હાશકારો
નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે બે ઘરોના દીવાલ તૂટી પડતા બંને પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.