તકલાદી કામગીરી:6 વર્ષમાં જ બાલંબાની શાળામાં ટાઇલ્સો ઉખડી, દિવાલોમાં તિરાડો પડવા માંડતા 45 બાળકોને માથે અકસ્માતનો ભય

કુકરમુંડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015-16માં નિર્માણ થયેલી શાળાની ગણતરીના સમયમાં જ ખો નીકળી ગઇ
  • શાળામાં ઠેર-ઠેર ઉખડેલી ટાઇલ્સોને લીધે વિદ્યાર્થીઓ ને ઇજા થવાનો ડર

કુકરમુંડાના બાલંબા ગામની સરકારી માધ્યમિક શાળાના મકાન તૈયાર કરવામાં આવ્યુંને માંડ 6 વર્ષ થયા છે, ત્યાં મકાનની ગેલેરી, ઓરડા, અને પગથિયાંની ટાઇલ્સ અમુક ઉખડવાની શરૂ થઈ ગઈ છે, તો અમુક જગ્યા પર ટાઇલ્સ બેસી ગઈ છે. મકાનની દીવાલમાં પણ નાની નાની તિરાડો જોવા મળી રહી છે. આ અંગે શાળાના જવાબદારોએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવા છતાં અધિકારીના પેટનું પાણી હાલતું નથી. વિદ્યાર્થીઓને બેસવામાં પણ મુશ્કેલી સાથે અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે.

તાપી જિલ્લા શિક્ષણ વિભાગ ગંભીર સમસ્યા બાબતે રીપેરીંગ કામ કરવાની તસ્દી પણ ઉઠાવી શક્યું નથી. સરકાર શિક્ષણક્ષેત્રે આગળ વધવા માટે આગોતરું આયોજન કરે છે, પરંતુ સ્થાનિક લેવલે અધિકારીઓની બેદરકારીના ભોગે સુવિધા મળવા છતાં ગુણવત્તામાં ખામી સામે આવી રહી છે.

તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના બાલંબા ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાની સ્થાપના 2009મા થઇ હતી. જે તે સમય સરકારી માધ્યમિક શાળાનું મકાન બન્યું ન હતું. ત્યારે બાલંબા ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓમા વિદ્યાર્થીને ભણાવવામા આવતા હતા. પરંતુ બાલંબા ગામે આશરે 2015/2016 મા સરકારી માધ્યમિક શાળાનું નવા મકાનનું નિર્માણ થતા આ સરકારી માધ્યમિક શાળામા અભ્યાસ કરનાર આવતા વિદ્યાર્થીઓને 2016થી નવા મકાનમા ભણાવવામા આવી રહ્યા છે.

પરંતુ આશરે 6 વર્ષમા જ આ મકાનના ભય તળિયામાં બેસાડવામાં આવેલ ટાઇલ્સ ઉખડવા લાગી છે. ખૂબ ટૂંકા સમયમાં જ મકાનની હાલત કથળી રહી છે. જે બાબતે જવાબદાર અધિકારીઓ પણ કોઈ પગલાં નહી લેતાં ગ્રામજનોમાં પણ રોષ છે. કારણ ફ્લોરીગ ખરાબ થઈ જવાથી વિદ્યાર્થીઓને અકસ્માત પણ થઈ શકે, ઇજાના કારણે અભ્યાસમાં ખલેલ થઈ શકે. માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ આવી કામ કરતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરે એજ સમયની માગ છે.

4 વર્ષથી રજૂઆત કરવા છતાં શાળાની મરામત ન કરાતા હાલત વધુ બગડી
સરકારી માધ્યમિક શાળામા હાલ ધોરણ -9 અને ધોરણ-10 મા 45થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને શાળાના મકાનના ભોય તળિયા પરથી ઉખડી રહેલ ટાઇલ્સ કે તળિયામા બેસી ગયેલ ટાઇલ્સ દ્વારા મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ ? તે સવાલ ઉભો થઇ રહ્યો છે.બીજી તરફ મકાનના દીવાલ પર અમુક જગ્યા પર તિરાડો પણ પડી ગયેલ હાલતમા છે.જે બાબતે શાળાના જવાબદારો દ્વારા 2018 થી ઉપલા અધિકારીને રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી માધ્યમિક શાળાના મકાનનું સમારકામ કરાયું નથી.

દરખાસ્ત માટે ફાઈલ ગાંધીનગર મોકલવાની તૈયારી
તાપી જિલ્લા ઈજનેર મનીષભાઈ શાહનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતુ, કે બાલંબા સરકારી માધ્યમિક શાળાના મકાનની તળિયા પરથી ટાઇલ્સ ઉખડી ગયેલ હોય અને તળિયું જર્જરિત હાલતમાં હોવા અંગે દરખાસ્ત માટે ફાઈલ ગાંધીનગર મોકલવાની તૈયારી છે. આ અંગેની મંજૂરી મળતા જ કામગીરી શરૂ કરી દેવાશે.

નુકસાન અંગે ઉપલા અધિકારીને જાણ કરી છે
આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, મકાનના ભોંય તળિયા પરથી ટાઇલ્સ ઉખડી ગયેલી હોવા અંગે શાળામાંથી ઉચ્ચ અધિકારીને જાણ કરેલ છે. મકાનના ભોય તળિયા પરથી ઉખડી ગયેલ ટાઇલ્સનું સમારકામ વહેલી તકે કરાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...