રેત માફિયાઓ બેફામ:જૂની અંતુર્લીમાં તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, છતાં તંત્ર ચૂપ

કુકરમુંડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજયમાં રેતી વેચવાનો કોરોડો રૂપિયાનો વેપલો

તાપી જિલ્લાના નિઝર તાલુકાના જૂની અંતુર્લી ગામની સીમા વિસ્તાર માંથી વહેતી તાપી નદીના કિનારે શિયાળાની શરૂઆત થતાની સાથે જ રેતી માફિયા દ્વારા પોતાના ડેરા તંબુ સાથે પડાવો નાખીને તાપી નદીમાં આધુનિક મશીનો ઉતારી અને બેફામ ગેર કાયદેસરનું રેતી ખનન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રેતી માફિયાઓ તાપી નદીમાંથી ગેર કાયદેસરનું રેતી ખનન કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજયમા કોરોડો રૂપિયાનો વેપલો કરી રહ્યા હોવા છતાં પણ તાપી જિલ્લાના ભુસ્તર વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.

નિઝર તાલુકાના જૂની અંતુર્લી ગામની સીમ માંથી પસાર થતી તાપી નદીમા રેતી ખનીજ સંપતિ પુષ્કળ પ્રમાણમા આવેલ હોવાથી આ ગામની સીમમાથી વહેતી તાપીનદીvકિનારે પરપ્રાંતિ રેત માફિયા પોતાના ડેરા તંબુ નાખી દેતા હોય છે. આઠ મહિના શિયાળા અને ઉનાળાની સીઝનમા રેત માફિયાઓ તાપીનદીની અંદર પોક્લેન્ડ,બાઝ હોડી, JCB જેવા આધુનિક મશીનો ઉતારીને તાપીનદીની અંદર પુષ્કળ પ્રમાણમા આવેલ રેતી જેવી ખનીજ સંપતિનું લૂંટ કરતા હોય છે.આવા રેત માફિયાઓ સરકારને પણ રોયલ્ટીના નામે કોરોડોનો ચૂનો ચપડી રહ્યા છે. કેટલાક વર્ષોથી જૂની અંતુર્લી ગામની સીમમા પરપ્રાંતિ રેત માફિયાઓ રેતીનો કાળો કારોબાર કરતા આવ્યા છે. આ વર્ષે તો આ રેત માફિયાએ હદપાર કરી દીધું છે. કારણ કે જૂની અંતુર્લી ગામની સીમા વિસ્તારને અડીને તાપી નદી ઉપર પુલ બનાવવામાં આવેલ છે, જે પુલના નજીકના વિસ્તાર તાપી નદીમા રેતીખનન કરવાની રેત માફિયાની બાઝ હોડીઓ પણ જોવા આવ્યા છે. આ જૂનીઅંતુર્લી ગામની સીમમા રેત માફિયાઓ બેફામ ગેરકાયદે રેતી ખનન કરતા હોવા છતાં પણ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...