આત્મહત્યા:પરિણીત યુવકનો આડો સંબંધ હોય સમાજના ડરે ફાંસો ખાધો

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકરમુંડા તાલુકાના તુલસા ગામની ઘટના
  • મરનારના પિતાએ પોલીસમાં આ અંગે જાણ કરી

તાપીના કુકરમુંડા તાલુકાના તુલસા ગામના રહેવાસી 27 વર્ષીય યુવકે સાગરભાઈ ઉર્ફ વિલાસભાઈ સુદામભાઈ વસાવા પરણિત હતો, જેનો અન્ય એક ગામની યુવતી સાથે આડા સંબંધ હોય. જે અંગેની જાણ સમાજમાં થશે તો બદનામ થવાની બીકે ગામની સીમમાં આવેલ ખેતરના આંબાના ઝાડની ડાળી ઉપર ઓઢણી બાંધી પોતે પોતાની રીતે ફાંસો ખાઈને મરણ ગયેલ હોવા અંગેની મરણ જનારના પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ખેતી કામ કરીને જીવન નિર્વાહ કરનાર સાગર ઉર્ફ વિલાસભાઈ સુદામભાઈ વસાવા (27) (રહે.તુલસા તા. કુકરમુંડા જી.તાપી) ગત રોજ બોપરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી મારાં માટે ચા બનાવો હું કુદરતી હાજતે જોઈને પરત આવું છું કહીને નીકળેલ હતો. પરંતુ મોડી સાંજ સુધી પરત ના આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તુલસા ગામની જ સિમમાં આવેલ ગોવિંદભાઈ બાબુભાઈના ખેતરમાં આવેલ આંબાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો.

સાગરનો અન્ય ગામની યુવતી સાથે આડા સંબંધ હોય જે અંગેની જાણ સમાજમાં થશે તો બદનામી થવાના ડરથી આત્મહત્યા કરી હોવાનું સાગરના પિતા સુદામભાઈ નાનાસીંગભાઈ વસાવા દ્વારા ફરિયાદ નોંધાવી છે. જે અંગે વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ. ટી.દેસલે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...