ખરાબ કામગીરી:તોરંદામાં મનરેગા યોજના હેઠળ બનેલા રસ્તા પર એક વર્ષમાં જ મસમોટા ખાડા

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો માટે અત્યંગ ઉપયોગી રસ્તો ટુંક સમયની અંદર જ બેહાલ બનતા ભારે મુશ્કેલી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામા સમાવેશ તોરંદા ગામની સીમમા આવેલ રાયસીંગભાઈ ભીખ્યાભાઈ ના ખેતરના બાજુમાથી પસાર થતો કાચા રસ્તા પર મનરેગા યોજના હેઠળ લાખોના ખર્ચે માટી મેટલ નાખીને રસ્તો બનાવવામાં આવ્યો છે.જે રસ્તા ઉપર મોટો ખાડો પડતા આ વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતના ઓજારો લઇ આવવા કે લઇ જવા તેમજ પાકો ઉપજોને લઇ આવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

આ રસ્તા ઉપર માટી મેટલ નાખવાનું એક વર્ષ પણ પૂર્ણ નહી થયું હોય અને રસ્તા ઉપર ખાડો પડી ગયેલ હોય એ કેટલું યોગ્ય કહેવાય, આ રસ્તા ઉપર મનરેગા યોજનામા લાખોના ખર્ચે માટી મેટલ નાખવામા આવ્યું છે. એ રસ્તા પર એક જ વર્ષમા ખાડો પડી જતા રસ્તાનો પરથી પસાર થતા ખેડૂતોઓ મુશ્કેલીમા મુકાયા છે.

તોરંદા ગામની સીમમાંથી પસાર થતો ફૂલવાડીથી ઈટવાઈ તરફ જતા રસ્તાથી રાયસીંગ ભીખ્યાભાઈના ખેતરના બાજુમાંથી પસાર થતો રસ્તા ખેડૂતોઓ માટે ખુબ જ ઉપયોગી બનતો હોય છે.જે રસ્તા પર મનરેગા યોજના હેઠળ લાખોના ખર્ચે માટી મેટલ નાખવામાં આવ્યું છે. પરંતુ આ રસ્તા ઉપર આવેલ સી.ડી. વર્કની પાસે માટી મેટલ યોગ્ય રીતે નહી નાખવામાં આવતા મોટો ખાડો પડી ગયેલ હોય, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.

તોરંદા ગામની સીમમાં આવેલ કાચા રસ્તા પર સરકાર દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર થાય તે હેતુથી ખેતરાડી તરફ જતા આ કાચા રસ્તા પર માટી-મેટલ નાખવાનું એક વર્ષ પણ પૂર્ણ નહી થયુ. તેમ છતાં રસ્તા પર ખાડો પડી ગયેલ છે. આ વિસ્તારમા ખેડૂતો પોતાના ખેતરોમા કપાસ, શેરડી, મકાઈ જેવા અનેક પાકોનું વાવેતર કરતા હોય છે.

રસ્તા પર મોટો ખાડો પડી જતા ખેડૂતોને ખેતરમાં ખેત ઓજારો કે લઇ આવવા તેમજ પાક ઉપજો લઇ આવવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે. શિયાળાની સીઝન શરૂ થતા આ વિસ્તારના ખેડૂતોઓ શેરડીની કાપણી શરૂ કરવા તૈયારીમા હોય જયારે રસ્તા પર જ મોટો ખાડો પડતા ખેડૂતોમા રસ્તા પર પડેલા લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...