તાપીના નિઝર તાલુકામા આવેલ જુના કાવઠા ગામથી કોટલી ગામ તરફ જતો ડામર રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતા,આ વિસ્તારમાં હજારો એકર જમીન ધરાવતા ખેડૂતોને રસ્તા પરથી પસાર થવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. કેટલાક સમયથી આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી જવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.જુના કાવઠાથી કોટલી ગામ તરફ જતો આ ડામર રસ્તો વિસ્તારમાં ખેતી ધરાવતા, કોટલી, મુબારકપૂર, વેલ્દા જેવા ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે.
પરંતુ કેટલાક સમયથી રસ્તા ઉપરથી કપચી ઉખડીને ઠેર ઠેર ખાડા પડી ગયેલ છે.તેમજ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો રહેતા ખેડૂતોને ખેતરોમાં ખેત અજારો લઈ જવા કે લઈ આવા માટે ભારે મુશ્કેલી પડે છે.આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે માત્ર આ જ એક રસ્તો હોવાથી ખેડૂતો પોતના ખેતરોમાં ખેત અજારોને લઈને જવા કે આવવા આ રસ્તા ઉપરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.
ખેડૂતોઓના જીવાદોરી સમાન જુના કાવઠા ગામથી કોટલી ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં બનતા,આ રસ્તા ઉપરથી પસાર થતાં ખેડૂતો માટેે કોઈ દિવસ જીવલેણ અકસ્માત થવાનો ભય ખેડૂતોઓમાં લાગી રહ્યો છે. આ ડામર રસ્તો કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હોય અને હાલ ચાલી રહેલ ચોમાસાના માહોલમાં રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવાથી ખેડૂતો તેમજ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.