આપઘાત કરવાનો પ્રયાસ:નાપાસ થવાના ડરે વિદ્યાર્થિનીની તાપીના પુલ પરથી છલાંગ, લોકોએ બચાવી લીધી

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુના કુકરમુંડા ખાતે આવેલા તાપી નદીના પુલ ઉપરથી છલાંગ લગાવી હતી

તાપી જિલ્લાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રસ્તા પર જુના કુકરમુંડા ગામની સીમમાંથી આવેલી તાપી નદીના પુલ ઉપરથી તાપી નદીના પાણીમાં મહારાષ્ટ્રની S.Y.B.A માં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયથી છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સદ નસીબે તાપી નદીમાં માછીમારી કરતા લોકો તેમજ તાપી નદીના પુલ ઉપરથી પસાર થતાં રાહદારીએ યુવતીને બચાવી લીધી હતી. યુવતીને નદીની બહાર કાઢતા સ્થળ ઉપર હજાર નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા પોલીસ વાનમાં લઈને નિઝર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના ગંગાપુર ગામની 20 વર્ષીય યુવતી પાર્વતીબેન રવીન્દ્રભાઈ પાડવી જે પોતાના ઘરેથી સવારના આશરે દસેક વાગ્યાંના અરસામાં નીકળી ગઈ હતી, જે યુવતી સરકારી બસમાં બેસીને નિઝર તાલુકાના વેલ્દાટાંકી પાસે ઉતરી ગઈ હતી. ત્યાંથી ચાલતી ચાલતી કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ખાતે આવેલા તાપી નદીના પુલ પાસે આવીને તાપી નદીના ઊંડા પાણીમાં નીચે કૂદી ગઈ હતી.

જે દરમિયાન તાપી નદીના પાણીમાંથી તાપી નદીમાં માછીમારી કરતા લોકો અને તાપી નદીના પુલ ઉપરથી પસાર થતા રાહદારીએ યુવતીને બચાવી લીધી હતી, જે અંગે પોલીસને જાણ થતા પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ હાજર થઇ હતી અને પાણીમાંથી યુવતીને બહાર કાઢતા પોલીસ દ્વારા યુવતીનો કબ્જો લઇને તાત્કાલિક સારવાર અર્થે નિઝર ખાતે આવેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી.

જૂનમાં પરિક્ષા હોય તૈયારી થઇ ન હતી
આપઘાતનો પ્રયાસ કરનાર 20 વર્ષીય યુવતી મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે આવેલી વરિષ્ઠ મહા વિદ્યલાયમાં S.Y.B.A.માં અભ્યાસ કરે છે અને જૂન મહિનાની 15/6/2022 ના રોજ પરિક્ષા હોવાથી જેમાં પૂરતી તૈયારી ન કરેલ હોવાથી જેથી પરિક્ષામાં નાપાસ થવાનો ભય હોવાથી જુના કુકરમુંડા ખાતે આવેલ તાપી નદીના પુલ ઉપરથી ઊંડા પાણીમાં છલાંગ લગાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે તાપી નદીમાં માછીમારી કરનાર અને તાપી નદીના પુલ ઉપરથી પસાર થતા રાહદારીએ બચાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...