તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે કોરોડોના ખર્ચે બસ સ્ટેશન બનાવવામાં આવેલ છે. જે બસ સ્ટેશનમાં મુસાફરો અને બસ સ્ટેશનમાં આવતા લોકોઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. પરંતુ છેલ્લા એક મહિનાથી આ બસ સ્ટેશનમાં પીવાના પાણીની સુવિધા તેમજ શૌચાલય જેવી સુવિધાઓ બંધ રહેતા લોકોઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેને ધ્યાનમાં લઈ કુકરમુંડાના જાગૃત નાગરિક દ્વારા બંધ પડેલ પાણીની સુવિધા તેમજ શૌચાલયને વહેલી તકે શરૂ કરવાની માંગ સાથે મામલતદારને લેખિત રજુઆત કરી છે.લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ કુકરમુંડા ખાતે કોરોડોના ખર્ચે બનાવેલ બસ સ્ટેશનમાં લોકોઓ માટે પીવાના પાણીની સુવિધા તેમજ શૌચાલય એક મહિનાથી બંધ હાલતમાં છે.
બસ સ્ટેશનમાં શૌચાલયના દરવાજાને તાળા મારી દેવામાં આવેલ છે.જેથી આ બસ સ્ટેશન પર આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો કે બસ સ્ટેશન ઉપર આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી આ બસ સ્ટેશનમાં બંધ પડેલ પીવાના પાણીની સુવિધા તેમજ શૌચાલયની સુવિધા વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને લેખિત રજુઆત કરેલ છે.
કુકરમુંડા બસ સ્ટેશનના ટી.સી.પ્રહલાદ ભાઈ આહીરે પાસેથી મળતી માહિતી મુજબ બસ સ્ટેશનના કેમ્પસમાં નાખવામાં આવેલ બોરમાંથી સબ મોર્સીબલ મોટરની ચોરી થયેલ હોવા અંગે જણાવ્યું હતું. કેબલ કાપીને કોઈ ચોર ઈસમ ગત મહિનામાં બોરમાંથી સબ મોર્સીબલ મોટરની ચોરી ગયેલ હોય,જે અંગે ગત 14/02/2023 ના રોજ નિઝર પોલીસ સ્ટેશનમાં લેખિત પણ જાણ કરવામાં હતી.
ઉલ્લેખનીય એ છે.કે કોરોડોના ખર્ચે બનાવેલ બસ સ્ટેશનમાં ભર ઉનાળાની શરૂઆતમાં જ એક મહિનાથી પીવાના પાણી સુવિધા તેમજ શૌચાલય જ બંધ હાલતમાં હોય એ કેટલું યોગ્ય કહેવાય,કુકરમુંડા ખાતે બસ સ્ટેશનમાં વહેલી તકે જવાબદાર તંત્ર બંધ પડેલી પીવાના પાણીની સુવિધા તેમજ શૌચાલયની સુવિધા શરૂ કરે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.