નિઝર તાલુકાના વેલ્દા ગામની સીમા વિસ્તારમાંથી પસાર થતા રસ્તા પરથી લીઝ ધારકો રેતી ભરેલી ટ્રકો પસાર કરાવતા હોય છે, લીઝ ધારકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી વેલ્દા ગ્રામ પંચાયતના સરપંચ યોગિતાબેન કિશોરભાઈ પાડવી અને તેમના સસરા રાજુભાઈ બન્યાભાઈ પાડવીને ગત રોજ 17,50,000/- રૂપિયા આપવામાં આવ્યા હતા.
પૈસાની વહેંચણી ગામના લોકોને વેલ્દા ગામ ખાતે ભવાની ફળિયામાં સરપંચ યોગિતાબેન પાડવી, તેમના પતિ કિશોરભાઈ પાડવી અને સસરા રાજુભાઈ પાડવી, તેમજ ડેપ્યુટી સરપંચ સચીનભાઈ વસંતભાઈ પટેલ, રિયાઝભાઈ અબ્દુલભાઈ તૈલી, અશફાકભાઈ સત્તારભાઈ ખાટીક, સાગરભાઈ એકનાથ પટેલ, ફિરોઝભાઈ મુશીરભાઈ પઠાણ સહીતના લોકો કરી રહ્યા હતા.
ત્યારે હાજર રહેલા ગામના જ વિજયભાઈ આત્મારામભાઈ પાડવી અને વિજયભાઈ કોચરૂભાઈ પાડવી દ્વારા તમે આ પૈસાની વહેંચણી કેમ કરો છો ? તેમ પૂછતાં જ પૈસાની વહેંચણી કરનાર ઈસમો એકદમ ઉશ્કેરાઈ જઈને બન્ને વ્યક્તિઓને ગાળો આપવા લાગેલ અને રાજુભાઈ બન્યાભાઈ પાડવી દ્વારા પૈસાની વહેંચણી બાબતે પૂછનાર બન્ને વ્યક્તિના ગાલ ઉપર થપ્પડ મારી દીધેલ તથા ગાળો આપી કહેવા લાગેલ કે ચૂપચાપ જે પૈસા આપીએ છે. તે લઈ લો નહીંતર તમારા હાથપગ તોડી નાખીશું તેમ જતા રહ્યા હતા.
ત્યાર બાદ ફરિયાદીએ પૈસાની વહેંચણી કરનાર ઈસમોને કહેવા ગયેલ કે " તમે ગામજનો પૂછ્યા વગર લીઝ ધારોકો પાસેથી લઈ આવેલા પૈસાની વહેંચણી કેમ કરો છો " વેલ્દા ગ્રામ પંચાયતના સરપંચ યોગિતાબેન, તેમના પતિ કિશોરભાઈ, સરપંચના સસરા રાજુભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને કહેવા લાગેલ કે. તમને બહુ આગેવાની કરતા આવડે છે. તું પણ અહીંથી જતો રહે નહીંતર તને અમે બધા જાનથી મારી નાખીશું કહેતા શ્રીરામભાઈ પાડવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં નિઝર પોલીસ દ્વારા સરપંચ સહીત અન્ય સાત ઈસમોના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.