ગંદકી:કુકરમુંડાના ગંગથા ગામના PHC સેન્ટરની કમ્પાઉન્ડ વોલ પાસે ગંદકી

કુકરમુંડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામ ખાતે આવેલ PHC સેન્ટરના કમ્પાઉન્ડ વોલ પાસે જીવલેણ રોગચાળા આમંત્રણ કરતો ગંદકીનો ઢોગલો જોવા મળી રહ્યો હોવા છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. ગંગથા ગામ ખાતે PHC માં સારવાર કરવા અર્થે આવતા બીમાર લોકોઓ તેમજ ગ્રામજનોમાં આ ગંદકીના ઢોગલાથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતી લોકોમાં જોવા મળી રહી છે.

સરકાર દ્વારા એક તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે. તો બીજી તરફ કુકરમુંડા તાલુકાના ગંગથા ગામ આવેલ PHC સેન્ટરના કમ્પાઉન્ડ વોલ પાસે લોકોના નાક ફાડી નાંખે તેવા દુર્ગંધવાળા ગંદકીના ઢોગલો જોવા મળી રહ્યો છે.

ગંગથા ગામની PHC સેન્ટરના કોમ્પાઉન્ડ વોલ પાસે ઘણા દિવસથી જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેવો દુર્ગંધવાળો ઢગલો હોવા છતાં પણ આરોગ્ય વિભાગ કે તાલુકાના જવાબદારો તેમજ ગ્રામ પંચાયતના જવાબદાર દ્વારા આજ દિન સુધી ગંગથા ખાતે આવેલ PHC સેન્ટરના કમ્પાઉન્ડ વોલ પાસે દુર્ગંધવાળો ગંદકીનો ઢગલો હટાવી શક્યા નથી. ગંદકીના ઢગલાથી ગ્રામજનો તેમજ PHCમાં સારવાર અર્થે આવતા બીમાર લોકોમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ ? તેવી ચર્ચા જોરશોરથી આ વિસ્તારના લોક મુખે થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...