તાપી જિલ્લાના કુકરુમુંડા તાલુકામાં સમાવેશ રાજપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે જે આરોગ્ય કેન્દ્રમાં આશરે 15થી વધુ ગામોનું સમાવેશ થાય છે. રાજપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામડાના ગરીબ આદિવાસી સમાજના લોકો સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ ઘણા સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવનાર તેમજ આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જર્જરિત બનેલ રાજપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જોખમી બન્યું છે.
રાજપુર ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનની દીવાલો બારી બારણાંઓ તેમજ છત ઉપર મૂકેલા સિમેન્ટના પતરા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ઘણા સમયથી જર્જરિત બની રહેલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા ગરીબ લોકો કે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જોખમી બન્યું હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આજ દિન સુધી રાજપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવામાં આવ્યું નથી. જર્જરિત બનેલા આરોગ્ય કેન્દ્રના મકાનમાં સારવાર અર્થે આવતા લોકો અને ફરજ બજાવતા કર્મચારીઓ સાથે જવાબદાર તંત્ર મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
કુકરમુંડાના રાજપૂર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફૂલવાડી, તુલસા, કોરાલા, રાજપુર, બેજ,આમોદા, મૌલીપાડા, આમોદા તર્ફે સતોના, કુકરમુંડા, ચિરમટી, કૌઠીપાડા, કેડણી, પાટી, ગાડીત, ગોરોસા,ઉટાવદ,કોંડ્રો જ જેવા ગામોનો સમાવેશ થાય છે. આ આરોગ્ય કેન્દ્રમાં આટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જ જર્જરિત હોય તે કેટલું યોગ્ય કહેવાય. સરકાર દ્વારા છેવાડાના ગામડા સુધી વિકસના કામો માટે દર વર્ષે વિવિધ યોજના અંતર્ગત લાખો, કોરોડોની ગ્રાન્ટ ફાળવે છે. તેમ છતાં પણ જર્જરિત બનીને ઊભું રાજપુર ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવામાં આવ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.