કામગીરી:કુકરમુંડાના મેનપુર ગામમાં નવી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ`

કુકરમુંડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં કેવડામોઇ ગ્રુપગ્રામ પંચાયતમાં સમાવેશ આશરે 1300થી વધુ વસ્તી ધરાવતું મેનપૂર ગામમાં 15 ટકા વિવેકાધીન યોજના અંતર્ગત ઉકાભાઈ નરસીભાઈના ઘરથી નીચલા ફળિયા તરફ નવી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂઆત કરવામાં આવતા ગામજનોમા ખુશીનો માહોલ છે.

મેનપુર ગામમાં 15 ટકા વિવેકાધીન યોજના અંતર્ગત લાખોના ખર્ચે 450 mmના સિમેન્ટ પાઇપની નવી ગટર લાઈન નાખવામાં આવી રહી છે.જે ગટર લાઈનથી ગામમાં ઘર વપરાશનું પાણી તેમજ ગામમાં બનેલ વિવિધ યોજના અંતર્ગત પાણીનો નિકાલ થશે. વરસાદી માહોલમા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનું સંગ્રહ થશે.એ પાણી પણ ગટર લાઈનમા જ નીકળી જશે.મેનપુર ગામમાં ગંદા પાણીના નિકલ કરવા માટે લાખોના ખર્ચે બની રહેલ નવી ગટર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી છે.જે ગટર લાઈન ગામજનો માટે ખુબ ઉપયોગી રહેશે.

ગામમાં બની રહેલ આ ગટર લાઈનથી ગામમા વેડફાડ થઇ રહેલ ગંદાપાણીની ગંદકીથી તેમજ ગંદા પાણીના સંગ્રહથી ગામના લોકોમા થતા પાણી જન્ય રોગોથી પણ રાહત મળી રહેશે.મેનપુર ગામમા ઉકાભાઈ નરસીભાઈ ઘરથી નીચલા ફળિયા સુધી ગટરના અભાવે ગંદા પાણીનો વેડફાડ થતા ગામજનો તેમજ ફળિયાના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જે બાબતે ગામજનો દ્વારા ગ્રામ પંચાયતના જવાબદારોને મૌખિક રજુઆત કરતા આખરે ગામમાં 15 ટકા વિવેકાધીન યોજના અંતર્ગત નવી ગટર લાઈન બનાવવા માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને હાલમા મેનપુર ગામમાં નવી ગટર લાઈન બનાવવાની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...