તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા આમોદાની સતોના ગામની આંગણવાડી કેન્દ્ર -2ના મકાનના દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી જતા મકાન જર્જરિત હાલતમાં હોય જેથી જૂની આંગણવાડી કેન્દ્ર-2 ની બાજુમાં લાખોના ખર્ચે નવી આંગણવાડી કેન્દ્રનું મકાન બનાવવા આવી રહ્યું છે. પરંતુ આ આંગણવાડી કેન્દ્રના મકાનનું બાંધકામ કેટલાક સમયથી બંધ હોવાથી મકાનનું બાંધકામ અઘરું જોવા મળી રહ્યું છે.
જેથી આમોદા તર્ફે સતોના ગામની આંગણવાડી કેન્દ્ર -2 માં અભ્યાસ કરતા આશરે 45થી વધુ બાળકો જર્જરિત અને દીવાલોમાં તિરાડો પડી ગયેલી જૂની આંગણવાડી કેન્દ્ર-2ના મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. લાખોના ખર્ચે આમોદા તર્ફે સતોના ગામે આંગણવાડી કેન્દ્ર-2 નું નવું મકાન બની રહ્યું છે. તે આંગણવાડીના મકાનનું બાંધકામ કરવા અંગે સરકાર દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ ઘણો સમય પસાર થવા છતાં પણ લેભાગુ એજન્સી દ્વારા આંગણવાડીના મકાનનું બાંધકામ હજુ સુધી પૂર્ણ કરી શક્યા નથી.
નવી બની રહેલી આંગણવાડી કેન્દ્ર-2નું બાંધકામ કેટલાક દિવસથી બંધ હોવાના કારણે મકાનનું બાંધકામ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે કે કુકરમુંડાના આમોદા તર્ફે સતોના ગામમાં બની રહેલ, આંગણવાડી કેન્દ્ર -2નું નવા મકાનનું બાંધકામ અધૂરું હોવાથી, જૂની આંગણવાડી કેન્દ્ર-2 ના જર્જરિત અને દીવાલોમાં તિરાડો પડેલી રહેલ મકાનમાં અભ્યાસ કરનાર આશરે 45 જેટલાં બાળકોઓ જીવના જખમમાં છે. આમોદા તર્ફે સતોના ગામે લાખોના ખર્ચે બની રહેલ નવી આંગણવાડી કેન્દ્ર -2ના મકાનનું બાંધકામ એજન્સી દ્વારા વહેલી તકે પૂર્ણ કરે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.