મુસાફરોને જીવનું જોખમ:દેવાળા-હિંગણીને જોડતો રેલિંગ વિનાનો કોઝવે ચોમાસામાં જોખમી બનવાનો ભય

કુકરમુંડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવાળા અને હિંગણી ગામનો જોડતા કોઝવે પર રેલિંગનો અભાવ. - Divya Bhaskar
દેવાળા અને હિંગણી ગામનો જોડતા કોઝવે પર રેલિંગનો અભાવ.

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ દેવાળા અને હિંગણી ગામને જોડતો રસ્તા ઉપર આવેલ કોઝવે પર રેલિંગના આભાવે આ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલોકો તેમજ મુસાફરોનું જીવ જખમી બન્યું. દેવાળા અને હિંગણી ગામને જોડતા રસ્તા ઉપર ચાંદવા નાળું આવેલ છે જે નાળા ઉપરથી પસાર આ રસ્તા પર લોલેવલ ન કોઝવે બનાવવામાં આવેલ છે.

કોઝવે ઉપર રેલિંગનો અભાવ હોવાથી વાહન ચાલોકો તેમજ મુસાફરો સાથે મોટી જાનહાની થઇ શકે છે.આ રસ્તો દેવાળા ગામથી હિંગણી, સુલવાડા થઈને વ્યાવલ ગામ તરફ જાય છે.જે રસ્તા ઉપર દેવાળા અને હિંગણી ગામની વચ્ચેથી ચાંદવા નાળું પસાર થાય છે. જે નાળા ઉપર પસાર થતો રસ્તા પર કોઝવે બનાવવમાં આવેલ છે. પરંતુ એ કોઝવે પર રેલિંગનો અભાવ ના કારણે વાહન ચાલાકો તેમજ મુસાફરો જીવના જખમે કોઝવે પરથી પસાર થતા હોય છે.

આ નાળા ઉપરના કોઝવે પરથી મોટા ભાગના સ્થાનિક લોકોઓ પોતાના નાના-મોટા વાહનો લઇને રાતને દિવસ પસાર થતાં હોય છે. રેલિંગ વગરના કોઝવે ઉપરથી પસાર થતા વાહન ચાલાકો તેમજ મુસાફરો સાથે મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ? તેવી ચર્ચા સ્થાનિકો અને વાહન ચાલોકોમાં થઇ રહી છે. આ કોઝવે ઉપરથી પસાર થતા વાહન ચાલોકો તેમજ મુસાફરો સાથે મોટી ઘટના ન બને તેના પહેલા જવાબદાર તંત્ર કોઝવે ઉપર રેલિંગ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...