તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ વેલ્દા ગામના ગાંધીનગર ફળિયા પાસેથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર ગત રોજ સાંજના આશરે 19:30 સમયે મહારાષ્ટ્ર રાજયના નંદુરબાર જિલ્લાનો રહેવાસી 42 વર્ષીય યુવક પોતાના કબ્જાની હીરો હોન્ડા કંપનીની પેશન પ્રો મોટર સાઇકલ લઈને પસાર થઇ રહ્યો હતો.તે દરમ્યાન ટ્રેક્ટર ચાલકે મોટર સાઇકલ ઉપર સવાર યુવકને અડફેટમાં લઈને રસ્તા ઉપર પાડી નાંખી ગંભીર ઇજા પહોંચાડીને મોત નીપજવ્યું હોવા અંગેની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
શુક્રવારે પ્રશાંતભાઈ આભણે પોતાના અંગત કામ અર્થે બામણગાંવ થી મોટર સાઇકલ નંબર MH-20-BB- 5131 લઈને નંદુરબાર ગયા હતા. જે સાંજે પરત બામણગાંવ આવતા હતા. ત્યારે વેલ્દા ગામના ગાંધીનગર ફળિયા પાસેથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમ્યાન ટ્રેક્ટર નંબર MH-39-AB-1689 ના ચાલાકે ગફલત ભરી રીતે હંકારી લાવીને બાઇક ઉપર સવાર યુવક અડફેટમાં લઈને રસ્તા ઉપર પાડી નાંખી ડાબા જડબા તથા કાન ઉપર તથા માથામાં મૂઢ ઇજાઓ પોહચાડી મોત નીપજાવ્યું હોવા અંગે ધનંજયભાઈ કાનડે દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ આપનાર ધનંજયભાઈનો સંપર્ક કરતા જણાવ્યું હતું.કે મરણ જનાર પ્રશાંતભાઈની પત્ની અક્કલકુવા તાલુકાના બામણગાંવ ખાતે પીએચસીમાં નોકરી કરે છે. તેમના બે વર્ષનો દીકરો અને આશરે ચાર થી સાડા ચાર વર્ષની દીકરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.