ભાસ્કર ​​​​​​​ઇમ્પેક્ટ:રાજપુર ગામની સીમમાં નમેલા વીજપોલ આખરે દુર કરાયા

કુકરમુંડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજપુર ગામે આખરે તંત્ર દ્વારા મરામત હાથ ધરી નમી ગયેલા પોલ દુર કરવામાં આવ્યા. - Divya Bhaskar
રાજપુર ગામે આખરે તંત્ર દ્વારા મરામત હાથ ધરી નમી ગયેલા પોલ દુર કરવામાં આવ્યા.
  • નમેલી વીજલાઇનના કારણે ગ્રામજનો અને ખેતરના ઉભા પાક પર સર્જાયેલું જોખમ આખરે ટળ્યું

ભાસ્કર ન્યૂઝ | તાપી જિલ્લાના કુકરમુંડામા આવેલ રાજપુર ગામની સીમા વિસ્તારમાંથી ખેતીવાડી માટે પસાર વીજ પુરવઠાના જીવંત વીજતારો વાળા પોલો હાલતમા હોવાથી ખેતરો કામ કરતા કામદારો કે ખેડૂતો માટે જખ્મી બનેલા આ વીજ પુરવઠાના જીવંત વીજ તારોવાળા નમી ગયેલા થાંભલા અંગે ગત તારીખ 05/09/2022 ના રોજ દિવ્ય ભાસ્કરમા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જ કુકરમુંડાના વીજ પુરવઠાના જવાબદાર તંત્ર દોડતું થયું હતું.અને રાજપૂર ગામની સીમમાં આવેલ ખેતીવાડીને વીજ પુરવઠો સપ્લાય કરવા માટે જીવંત વીજતારો વાળા નમેલા થાંભલાઓને નીચે પાડી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજપુર ગામની સીમમા નમેલા વીજ પુરવઠાના જીવંત વીજતારો વાળા આ થાંભલાઓ ખેતરોમા કામ કરતા મજૂર કે ખેડૂતો માટે જખ્મી બન્યા હતા. તેમ છતાં વીજ પુરવઠાના જવાબદારો આંખ આડા કાન કરી રહ્યું હતું.કુકરમુંડા તાલુકાના અનેક ગામોની સીમમાં ખેતીવાડીને વીજ પુરવઠો પહોંચાડવા માટે જે D.G.V.C.L દ્વારા જીવંત વીજતારોના થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે.જે અનેક જગ્યાએ આ નમી ગયેલા થાંભલા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જ વીજ પુરવઠાના જવાબદારો હરકતમાં આવ્યું હતુ. કુકરમુંડા તાલુકાના ગામોની સીમમા ખેતીવાડી માટે વીજ પુરવઠો સપ્લાય કરવા અંગે D.G.V.C.L દ્વારા જીવંત વીજતારો વાળા થાંભલા ઉભા કરવામાં આવ્યા છે.જે વીજ પુરવઠાના થાંભલાઓ અનેક ગામોની સીમમા આવેલ ખેતરોમા નમી ગયેલા હાલતમા જોવા મળી આવ્યા છે.જેથી ખેતી મા કામ કરતા કામદારોઓ તેમજ ખેડૂતો માટે જખ્મી બની રહેલા છે. ગત રોજ ભાસ્કરમા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા જ જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું હતું રાજપુર ગામની સીમમાં ખેતરમા નમી ગયેલ વીજ પુરવઠાના થાંભલાઓ જમીન નીચે પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...