અકસ્માતનો ભય:જુના કાવઠામાં રેતીની ટ્રકો રોકીને ગામ બહારથી પસાર કરાવવા માગ

કુકરમુંડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેતીની ટ્રકો શાળા, આંગણવાડી પાસેથી પસાર થતાં અકસ્માતનો ભય

રેત માફિયાઓ દ્વારા નિઝર તાલુકાના કોટલી સહીતના વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાંથી કેટલાક વર્ષોથી આધુનિક મશીનો દ્વારા તાપી નદીમાંથી બેફામ રેતી ખનન કરીને રેતી ભરેલી ટ્રકોઓ જુના કાવઠા ગામમાંથી પસાર થતા રસ્તા પરથી પસાર કરાવતા હોય છે. જે રેતી ટ્રકોથી જુના કાવઠા ગામના ગામજનો સાથે અકસ્માત થવાનો ભય હોવાથી ગામના જાગૃત નાગરિક દ્વારા જુના કાવઠા ગામમાંથી પસાર થતી રેતીની ટ્રકોઓને બંધ કરીને ગામની બહાર રસ્તા બનાવી ટ્રકો પસાર કરાવવાની માંગણી સાથે કલેક્ટરને રજુઆત કરી છે.

કલેક્ટરને રજુઆત કરી તેમ છતાં પણ ગામમાંથી પસાર થતા રસ્તા પરથી રેત માફિયાની રેતી ભરેલી ટ્રકો પસાર થતી હોવાથી ગત રોજ ગામજનો દ્વારા રેતીની ટ્રોકોને રોકવામાં આવી હતી. ગામની બહારથી રસ્તો બનાવીને ટ્રકો પસાર કરાવવા માંગ કરી રહ્યા હતા.

જુના કાવઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં અને આંગણવાડીના નવા મકાનની બાજુ માંથી પસાર થતો રસ્તા ઉપરથી રેત માફિયા રેતી ભરેલી ટ્રકો પસાર થતી હોય છે. રેતીના ટ્રકોથી ભવિષ્યમાં ગામના બાળકો તેમજ ગામજનો સાથે ગંભીર અકસ્માત થવાની શક્યતા છે.જેને ધ્યાનમાં લઈને ગામના જાગૃત નાગરિક દ્વારા ટ્રકો બંધ કરવા અંગે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છતાં ગામમાંથી પસાર થતી ટ્રકો બંધ થઇ નથી.

ગામજનાઓ પ્રાથમિક શાળા પાસે રસ્તા ઉપર ભેગા થઇને સવારથી તાપી નદીમાંથી રેતી ભરીને આવતી ટ્રકો તેમજ રેતી ભરવા જતી ખાલી ટ્રકોઓને રોકવામાં આવી હતી.અને કોઈ પણ રેતી ભરેલી કે ખાલી ટ્રકો ગામ માંથી પસાર ન થવી જોઈએ તેવી માંગ ગામજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...