હાલાકી:કુકરમુંડામાં ઓનલાઈન સુવિધા પૂરતી નહીં મળતા લોકો પરેશાન

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા સેવા સદનમાં ઓનલાઈન સુવિધા પૂરતા પ્રમાણમાં નહી મળતા લોકો પરેશાન થઇ રહ્યાં છે. - Divya Bhaskar
તાલુકા સેવા સદનમાં ઓનલાઈન સુવિધા પૂરતા પ્રમાણમાં નહી મળતા લોકો પરેશાન થઇ રહ્યાં છે.
  • 18 ગામમાં વસવાટ કરતા લોકોની કામગીરી સમયસર થતી નથી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સેવા સદન ખાતે જનસેવા કેન્દ્રમાં ઓનલાઇનની સુવિધા આશરે આઠેક દિવસથી પૂરતા પ્રમાણમાં નથી મળતી જેથી કુકરમુંડા તાલુકાના 18 ગ્રામ પંચાયતોમાં વસવાટ કરતા લોકોના ઓનલાઈનની કામગીરી સમયસર નહી થતા લોકોઓ હેરાન પરેશાની થઇ રહ્યા છે.

કુકરમુંડા તાલુકાના સેવા સદન ખાતે આશરે અઠવાડિયાથી ઓનલાઇનની સુવિધા પૂરતા પ્રમાણમાં નહી મળતા લોકોઓને આધારકાર્ડની કામગીરી, 7/12ની નકલ મેળવવા, તેમજ જાતિ આવકના દાખલાની કામગીરી, વિધવા સહાય ફોર્મ, વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મની કામગીરી સહીત ઓનલાઈન થી થતાં તમામ કામો સમયસર નહી થતા કુકરમુંડાના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

હાલમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ખાસ કરીને જાતિના અને આવકના દાખલાની ખુબ જરૂર પડે છે. જાતિ-આવકના દાખલો મેળવવા માટે બાળકો અને વાલીઓ સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્રના ચોક્કર મારી રહ્યા છે.

પરંતુ આશરે અઠવાડિયાથી ઓનલાઈન સુવિધા પૂરતા પ્રમાણમાં ન મળતા બાળકો અને વાલી પરેશાન થઇ રહ્યા છે. તાલુકાના 51 ગામડાના લોકો ખેતી કે ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હોય છે. જે લોકો મજૂરી છોડી આવતા હોય અને ઓનલાઈન સુવિધા પૂરતા પ્રમાણમાં ન મળતા લોકો નિરાશ થઇ પાછા ફરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...