દુર્ઘટના:કુકરમુંડામાં મૂર્તિ વિસર્જન બાદ તાપી નદીમાં નાહવા પડેલો યુવક ગરક થયો

કુકરમુંડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ નિઝરમાં રહેતા મૂળ પાટી ગામના યુવકની શોધખોળ હાથ ધરાઇ

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમા ગત રવિવારના રોજ 27 વર્ષીય હરીશભાઈ શામસીંગભાઈ વળવી (હાલ રહે.નિઝર, મૂળ : પાટી ગામ, કુરકમુંડા ) ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા, જેઓ ગણપતિ વિસર્જન કરીને તાપી નદીમાં નાહવા પડ્યા હતા. જે ઉંડા પાણીમાં ગરક થઇ જતા તેમની શોધખોળ હાથ ધરાઇ છે.સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝરના રહેવાસી અને મૂળ રહેવાસી કુકરમુંડા તાલુકાના પાટી ગામનો 27 વર્ષીય યુવક હરીશભાઈ નિઝર ખાતે આવેલ APMC માર્કેટમા પ્યુન તરીકે કામ કરે છે.

ગત રોજ તેમના મૂળ વતન પાટી ગામે મામાં અને કાકાના ઘરે ગણપતી મહોત્સવ નિમિતે ગણપતી બાપ્પાની સ્થાપના કરેલ જે ગણપતિનું વિસર્જન હોવાથી પરિવાર સાથે મૂળ વતન પાટી ગામે ગયા હતા.પાટી ગામેથી આશરે પાંચેક વાગ્યાના સમયે યુવકના મામા અને કાકાના ઘરે સ્થાપના કરેલ ગણપતિ બાપ્પાની મૂર્તિને વિસર્જન કરવા રીક્ષામાં જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી કિનારે ગયા હતા, જ્યાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીને પાટી ગામનો યુવક હરીશભાઈ તાપી નદીમાં નાહવા ઉંડા પાણીમા નીકળી ગયેલ જે પરત નહી આવતા જેથી સ્થાનિક માછીમારો અને તરવૈયાની મદદથી ભારે શોધખોળ બાદ પણ તેમનો કોઇ પત્તો ન લાગતા નિઝર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ફાયર બ્રિગેડને બોલાવાઇ
જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણપતી વિસર્જન કરવા ગયેલો યુવક નદીમાં નાહવા માટે ઉંડા પાણીમા નીકળી જતા પરત નહી મળતા સ્થાનિક માછીમારો અને તરવૈયા દ્વારા નદીના પાણીમા શોધખોળ કરવા છતાં નહી મળતા આખરે નિઝર પોલીસ દ્વારા સોનગઢ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને શોધખોળ ચાલુ કરી.

અન્ય સમાચારો પણ છે...