લોકોમાં નારાજગી:ઉદામગડી ગામના હનુમાન મંદિર પાસે લાખોના ખર્ચે બેસાડેલા બ્લોક ઉખડ્યા

કુકરમુંડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલા મનેરેગા યોજના અંતર્ગત બ્લોક બેસાડ્યા હતા

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ઉદામગડી ગામના હનુમાન મંદિર પાસે આશરે એક વર્ષ પહેલા મનેરેગા યોજના અંતર્ગત લાખોના ખર્ચે પેવર બ્લોક બેસાડવામાં આવેલ છે. જે પેવર બ્લોક પર સરકારી બસ ફરી જતા પેવર બ્લોક ઉખડીને તૂટી ગયા છે. ઉદામગડી ગામના હનુમાન દાદાના મંદિર પાસે એક વર્ષ પહેલા લાખોના ખર્ચે બનેલ પેવર બ્લોક ઉખડીને તૂટી જતા ગામજનોના નારાજગી જોવા મળી રહી છે.

ગામજનો પાસેથી મળતી માહિતી અનુસાર ઉદામગડી ગામના હનુમાન દાદાના મંદિર પાસે મનેરેગા યોજના અંતર્ગત લાખોના ખર્ચે બેસાડવામા આવેલ પેવર બ્લોક ઉપર ગત રોજ ઉદામગડી થી સૂરત જતી બસ પેવર બ્લોક પર ફરી જતા પેવર બ્લોકો ઉખડીને તૂટી ગયેલ છે.ઉલ્લેખનીય એ છે.કે ઉદામગડી ગામે હનુમાન દાદાના મંદિર પાસે મનેરેગા યોજના હેઠળ લાખોના ખર્ચે બેસવાડમા આવેલ પેવર બ્લોક પર બસ ફરી જતા પેવર બ્લોક ઉખડી અને તૂટી ગયેલા પેવર બ્લોકને સમારકામ કરવામાં આવશે કે નહી એ તો આવનાર સમયમા બહાર આવેલ તેમ છે.

સરકાર દ્વારા ઈટવાઈ ગ્રામ પંચાયતમા સમાવેશ ઉદામગડી ગામમા વિકાસના કામમા ગામના જ હનુમાન મંદિર પાસે મનેરેગા યોજના હેઠળ પેવર બ્લોક કામ માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામા આવી હતી, અને જેમાં ગામના હનુમાન દાદાના મંદિર પાસે પેવર બ્લોકની કામગીરી આશરે એક વર્ષ પહેલા જ પૂર્ણ કરવામાં આવી છે. જે વિકાસના કામને બસના ચાલાકની બેદરકારીથી નુકસાન કરવામાં આવેલ હોય,જેથી બસ ચાલાક સામે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉદામગડી ગામના હનુમાન દાદાના મંદિર પાસે ઉખડી અને તૂટી ગયેલા પેવર બ્લોકનું સમારકામ કરવામા આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...